મુંબઈ : ત્રિકોણીય સીરિઝની પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 78 રને હરાવ્યું હતું. પરંતુ મેદાન પર ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર સાથે એક ભયાનક ઘટના બની.

રચિન રવિન્દ્ર સાથે લાઇટ્સના કારણે દુર્ઘટના થઇ ગઈ હતી. બોલ કેચ કરતી વખતે તેના ચહેરા પર બોલ વાગતા ચહેરા પરથી લોહી નીકળવા લાગ્યું. ઈજા એટલી ગંભીર હતી કે તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના પાકિસ્તાનની ઈનિંગની 38મી ઓવરમાં બની હતી, જ્યારે બેટર ખુશદિલે શોટ રમ્યો હતો અને બોલ ડીપ સ્ક્વેર લેગ તરફ ગયો હતો. રચિન રવિન્દ્રએ બોલને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ફ્લડ લાઇટના કારણે બોલને બરાબર જજ કરી શક્યો ન હતો અને બોલ હાથમાંથી છૂટી જતા તેને ઈજા થઇ હતી.
રચિન રવિન્દ્ર એટલી ગંભીર રીતે ઘાયલ થયો હતો કે તે થોડીવાર માટે ભાન ગુમાવી બેઠો, કંઈપણ જોઈ શક્યો નહીં અને જમીન પર પડી ગયો હતો. આથી ફિઝિયનો મેદાનમાં આવ્યા અને પહેલા ત્યાં જ તેને સારવાર આપવામાં આવી, પછી તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યા. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના જણાવ્યા અનુસાર, તેના કપાળમાં ઈજા થઈ છે અને તેની સારવાર કરવામાં આવી છે. જો કે તેના વિશે હજુ સુધી કોઈ વધુ અપડેટ આપવામાં આવી નથી.
Reporter: admin