વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમિંગ ઝોન માં બનેલ દુર્ઘટનામાં 24 નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા છે તેઓને વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
રાજકોટ માં મોતકાંડ બાદ રાજ્યની કહેવાતી સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ઘટનાસ્થળ અને ઘાયલોની મુલાકાત લીધી, મૃતકોના પરિવારને અને ઘાયલોને આર્થિક મલમ ચોપડ્યું અને ફરી એકવાર SIT ની રચના કરી.
દરેક મોતકાંડ બાદ મીડિયા સમક્ષ 'એકપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે' એવો પરંપરાગત નિવેદન આપ્યા વિના જ ગૃહમંત્રી રવાના થયા હતા. તેઓ નિઃશબ્દ હતા કે નફ્ફટાઈ કરી તે સમજવું થોડું મુશ્કેલ છે, કારણકે આજદિન સુધી બનેલા મોતકાંડના મોટાભાગના આરોપીઓ હાલ જામીન પર મજા કરી રહ્યા છે
જ્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ ગેમ ઝોન માં ઉપસ્થિત તમામ પદ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અથવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવી અનેક ઘટનાઓમાં અધિકારીઓ જામીન પર મુક્ત થઈ જાય છે ત્યારે મૃત્યુ પામનાર ના પરિવારને ન્યાય મળતો નથી તે માટે એક દાખલો બેસાડો જોઈએ જેથી કરીને આવનાર બનતી ઘટના માં જવાબદાર વ્યક્તિઓ સામે કડક કરવાની થાય સાથે ગાંધીનગર ગૃહ ખાતે રાજકોટ ગેમીંગ ઝોનમાં મૃત્યુ પામનાર તમામ લોકોને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
Reporter: News Plus