વડોદરા : શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના બાળકો દ્વારા 78 માં સ્વત્રંત દિવસની ઉજવણી કરી હતી. જેમાં બાળકોએ દેશભક્તિના ગીતો પર નાટ્યાત્મ પ્રદર્શન કર્યું હતું.
સતત બીજા વર્ષે સ્પેશ્યલ બાળકોએ તૈયાર કરેલા નૃત્યને પ્રસ્તુત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. બાળકોએ 10 દિવસ રોજે 2 થી 3 કલાક મહેનત કરીને પરફોર્મન્સ તૈયાર કર્યું હતું. આ સાથે વર્ષ દરમિયાન આ બાળકો માટે સવારના 10 થી સાંજના 5 કલાક સુધી તેમના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.
આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ડીપીએસ કલાલી સ્કૂલના આચાર્ય ડો.એ. કે. સિન્હા અને ક્ષત્રીય કરણી સેના પરિવાર ભારતના રાષ્ટ્રીય સચિવ મનીષસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમ આસ્થા ફાઉન્ડેશનના પ્રમુખ રેણુકા પંચાલ, ઉપ પ્રમુખ ફાલ્ગુની રાઠવા અને આચાર્ય કુસુમ પટેલે જણાવ્યું હતું.
Reporter: admin