મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બોરવાઇ ગામના ખાતે પેટા ફળિયા પગી પશ્ચિમ ફળિયાના 20 જેટલા બાળકો આજથી અભ્યાસ કરવા નહિ જાય. કારણકે, ગામમાં જવાનો 3 કિમીનો રસ્તો ન હોવાથી ગ્રામજનોએ સ્વયં આ નિણર્ય લીધો છે.
આઝાદીના આટલા વર્ષ બાદ પણ ગામલોકો રસ્તાને લઈને પરેશાન છે. ગામમાં આવવા જવા માટે કોઈ પાકો રોડ નથી.જેના કારણે વરસાદી સીઝનમાં ભારે કાદવ માંથી અવર જ્વર કરવી પડતી હોય છે. જેના કારણે ગ્રામજનો ભારે હેરાન થઇ રહ્યા છે. પરંતુ આવી હેરાન ગતિ તેમના બાળકોને ન પડે તે માટે ગામના લોકોએ તેમના બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય લીધો છે.જેથી ગામની પ્રાથમિક શાળા અને ડી.પી.પટેલ હાઈસ્કૂલમાં ભણતા બાળકો અભ્યાસ અર્થે શાળાએ નહિ જાય.
આ અંગે ગ્રામજનોએ શાળાના આચાર્યોને ટેલીફોનીક જાણ પણ કરી છે. ગામમાં આવવા જવા માટે કોઈ અન્ય માર્ગ ન હોવાથી ગ્રામજનોએ રસ્તા માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આ અંગે ગ્રામજનાનો આક્ષેપ છે કે, "ગામમાં આવવા જવાનો કોઈ પાકો રસ્તો નથી. જેના કારણે ચોમાસાના ચાર મહિના કાદવ વાળા રસ્તામાંથી પસાર થવું પડે છે. એક-બે ફૂટ કાદવમાંથી પસાર થઈ અમારે પોતાના કામ કરવા બહાર જવું પડે છે. જેથી ગામમાં જવાનો રસ્તો ન હોવાથી અમે ભેગા મળીને એ નિર્ણય લીધો છે કે અમારા બાળકોને નહિ અભ્યાસ અર્થે શાળાએ આજથી નહિ મોકલીએ."
Reporter: admin