News Portal...

Breaking News :

દાહોદ જિલ્લાના ધાનપુરમાં આવેલ રતનમહાલ અભયારણ્ય ચોમાસાની સીઝનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું, નલધા ધોધ શરૂ થતા સહેલાણીઓમાં અનેરું આકર્ષણ.

2024-07-30 18:52:40
દાહોદ જિલ્લાના ધાનપુરમાં આવેલ રતનમહાલ અભયારણ્ય ચોમાસાની સીઝનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું, નલધા ધોધ શરૂ થતા સહેલાણીઓમાં અનેરું આકર્ષણ.


ગુજરાતના પૂર્વ મધ્ય ભાગમાં આવેલા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં રતનમહાલ અભયારણ્ય હાલ ચાલી રહેલ ચોમાસાની સીઝનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. 


ઉપરવાસમાં થયેલ વરસાદના કારણે રતનમહાલ અભયારણ્યમાં આવેલ નલધા ધોધ ફરી શરૂ થયો. જેના કારણે અભ્યારણમાં કુદરતનો સૌંદર્ય નજારો જોવા મળ્યો.હાલ વરસાદી સીઝનમાં રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કેટલીય જગ્યાએ ધોધ શરુ થઇ ગયા છે. ત્યારે દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે પણ વરસાદ વરસી રહ્યો છે. જેથી ઉપરવાસમાં વરસાદ વરસતા રતનમહાલ અભયારણ્યમાં નલધા ધોધ શરૂ થયો.જેના કારણે ચોમાસા દરમિયાન અહીંયાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી.


નલધા રમણીય ધોધ પર્વતોના મુખમાંથી બહાર આવતા અમી સ્વરૂપે નીકળતા ધોધનો નયનરમ્ય નજારો જોવા મળ્યો. આ ધોધ સહેલાણીઓમાં અનેરું આકર્ષણ જન્માવે છે. વર્ષ 1982માં 19મી માર્ચના રોજ રતનમહાલને વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. આ અભયારણ્ય કુલ 55.68 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે. આ અભયારણ્યમાં વનસ્પતિની કેટલીય પ્રજાતિઓ મળે છે. સાથે જ અહીંયા સસ્તન પ્રાણીઓ તથા સરીસૃપ પ્રાણીઓ તેમજ પક્ષીઓની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે.

Reporter: admin

Related Post