News Portal...

Breaking News :

ચેરમેન કોર્પોરેશનની ગાડી લઇ,કોઈ મહિલા સાથે ભજીયા ઝાપટવા આંકલાવ પહોંચ્યા

2025-05-20 10:56:20
ચેરમેન કોર્પોરેશનની ગાડી લઇ,કોઈ મહિલા સાથે ભજીયા ઝાપટવા આંકલાવ પહોંચ્યા


ભ્રષ્ટ હોદ્દેદારો અને ભ્રષ્ટ અધિકારીઓને કારણે પાલિકા કાયમ માટે ખોટમાં જ હોય..
વડોદરા કોર્પોરેશનના સ્થાયીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી એક મહિલા સાથે રવિવારનો આનંદ મેળવવા અને ભજીયા ઝાપટવા કોર્પોરેશનના ડિઝલના ખર્ચે અને કોર્પોરેશનના જોખમે આંકલાવ પહોંચી ગય. હતા અને ત્યાં રસ્તા પાસે  ચેરમેનની ગાડી પાર્ક કરીને બિન્ધાસ્ત મહિલા સાથે ભજીયા આરોગ્યા હતા. જેમના માથે વડોદરામાં પૂર ના આવે તે જોવાની અત્યારે ખાસ જવાબદારી છે, તેવા સ્થાયીના ચેરમેન ડો.મિસ્ત્રીને ભજીયા આમ પણ બહુ ભાવે છે અને તેમાં પણ મહિલાનો સાથ હોય તો પછી પુછવું જ શું. રવિવારે તેમણે ભજીયા ખાવાનો ખાસ પ્લાન કર્યો અને પોતાની કોર્પોરેશનની ચેરમેન લખેલી ગાડી લઇને આ મહિલા સાથે વટ મારતા નિકળી પડ્યા, આંકલાવ ભજીયા ખાવા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચે અને જોખમે, વડોદરાની પ્રજાના ખર્ચે અને જોખમે, ચેરમેન સેર-સપાટા મારવા કોઈ મહિલા સાથે વડોદરા જિલ્લા છોડીને આંકલાવથી આણંદ જવાના રસ્તા ઉપર ભજીયા ઝાપટવા ગયા હોય તેવો આ પહેલો કિસ્સો છે. આવા ભજીયા શોખીન ચેરમેન છેક આંકલાવ ભજીયા ખાવા લાંબા થયા. તે જોતાં પાલિકા ક્યારેય પણ નફો નહીં કરી શકે. ભ્રષ્ટ હોદ્દેદારો અને ભ્રષ્ટ અધિકારીઓને કારણે પાલિકા કાયમ માટે ખોટમાં જ હોય છે,આનું કારણ જ આ છે. રાજ્ય સરકાર પાસે હંમેશા પાલિકાએ ભિક્ષા માંગવી પડે છે. આવા નેતાઓને કારણે પાલિકા સ્વાવલંબી ક્યારેય પણ થઈ શકે નહીં. ગાડી પાલિકાની અને ડીઝલ પાલિકાનું. તો કોની મંજુરી સાથે જીલ્લા બહાર પાલિકાની ગાડી લઈને ગયા હતા ? કયા પ્રોજેક્ટનો સર્વે કરવાનો હતો ? કયા કોન્ટ્રાક્ટરની સાથે ખાનગી મિટીંગ હતી ? તે તપાસનો વિષય છે.જલસા કરે છે જેઠાલાલ..તેવો ઘાટ સર્જાયો છે. ચેરમેન સહિતના તમામ પદાધીકારીઓ વડોદરા શહેરની બહાર પોતાની સરકારી ગાડી લઇને ના જઇ શકે અને જો મંજૂરી પણ મળી હોય તો કિલોમીટર મુજબ પૈસા ભરી દેવા પડે.ચેરમેન સહિતનાં પદાધીકારીઓને જો ગાંધીનગર મિટીંગમાં બોલાવાયા હોય તો જ તેઓ કોર્પોરેશનની ગાડી લઇ જઇ શકે છે. સ્થાયી ચેરમેન ખરેખર ભજીયા ખાવા જ ગયા હતા કે પછી કોઇ કોન્ટ્રાક્ટર સાથે મિટીંગ કરવા ગયા હતા તે તો હવે મ્યુનિ.કમિશનર તપાસ કરે તો જ ખબર પડે. 



રાજકોટના મેયરને કિલોમીટર દીઠ પૈસા ભરવા પડ્યા હતા...
ગત ફેબ્રુઆરી માસમાં જ્યારે પ્રયાગરાજ મહાકુંભ યોજાયો ત્યારે રાજકોટનાં મેયર નયનાબેન પેઢડીયા સરકારી કારમાં જ મહાકુંભનાં પ્રવાસે પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં આ માટે તેમની સાથે મહિલા મોરચા અધ્યક્ષ કિરણ માંકડિયા સહિતનાં લોકો પણ સંગમમાં ડૂબકી લગાવવા પહોંચ્યા હતા. આ મામલે ભારે હોબાળો થતાં તેમણે જાહેર કરવું પડ્યું હતું કે આ માટે તેમણે નિયમ મુજબ મ્યુ. કમિશ્નરની મંજૂરી લીધી હતી. એ મુજબ પ્રતિકિમી માત્ર રૂ. 2 ચૂકવશે. સ્થાયી ચેરમેન ડો.મિસ્ત્રી ભલેને ભજીયા ખાવા આંકલાવ ગયા હોય પણ તેમણે આંકલાવ કેમ ગયા હતા, તેમની સાથેની મહિલા કોણ હતી..તેમણે કોની કોની સાથે મિટીંગ કરી હતી તેની વિગતો કોર્પોરેશનને આપીને પ્રતિ કિલોમીટર દીઠ રુપિયા પણ ચુકવવા જોઇએ. 





16 મહિનામાં ચેરમેનની ગાડીએ 2.34 લાખનું ડિઝલ પીધુ હતું...
સપ્ટેમ્બર 2023 થી ડિસેમ્બર 2024 સુધીના ગાળામાં 16 મહિનામાં જ કોર્પોરેશનના અધિકારીઓના 10 વાહન 28256 લિટર ડિઝલ ભરાવી ગયા હતા. જ્યારે પદાધિકારીઓના 5 વાહન 15 હજાર લિટર ડિઝલ પી ગયા હતા. એક આરટીઆઇમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ખુલાસા મુજબ ચેરમેનની ગાડી 16 મહિનામાં 2600 કિમી ફરી હતી અને 2.34 લાખ રુપિયાનું ડિઝલ પી ગઇ હતી. મેયરની ગાડી 2 હજાર કિમી ફરી હતી અને 1.80 લાખનું ડિઝલ વપરાયું હતું. જ્યારે ડે મેયરની ગાડી 3060 કિમી ફરી હતી અને 2.75 લાખનું ડિઝલ પી ગઇ હતી. શાસક પક્ષના નેતાની ગાડી 4750 કિમી ફરી હતી અને 4.27 લાખ રુપિયાનું ડિઝલ પી ગઇ હતી. જ્યારે દંડકની ગાડી 2600 રુકિમી ફરી હતી અને 2.34 રુપિયાનો ખર્ચો થયો હતો. કોના બાપની દિવાળી ?

Reporter:

Related Post