News Portal...

Breaking News :

પાલિકા ખાતે ચેરમેને વોર્ડ નંબર 18 ના વિકાસના કામોને લઈને સંકલનની બેઠક મળી

2024-07-04 23:25:29
પાલિકા ખાતે ચેરમેને વોર્ડ નંબર 18 ના વિકાસના કામોને લઈને સંકલનની બેઠક મળી




 વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી દ્વારા વોર્ડ ન.૧૮ ના કાઉન્સિલરોઓ, ડે. મ્યુનિ. કમિશનર દક્ષિણ ઝોન, આસી.મ્યુનિ.કમિ. દક્ષિણ ઝોન, વોર્ડ ઑફિસર તથા અન્ય અધિકારી કર્મચારીઓ સાથે ગત રોજ સામાન્ય સભા બાદ માન. કાઉન્સિલરઓ દ્વારા કરેલ રજુઆત સંદર્ભે બેઠકનું આયોજન કરેલ હતું.




વધુમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી જણાવે છે કે મ્યુનિસિપલ સભાસદઓ દ્વારા વોર્ડ મા ગેરકાયદેસર રીતે રોડ ઉપર ઉભીરેહતી શાકભાજીની લારીઓના કારણે ઘણી અગવડ પડે છે જે સંદર્ભે તેઓના વિસ્તારમાં નવીન શાકમાર્કેટ બનાવવામાં આવે અને સદરહુ ઉભી રહેતી લારીઓને ત્યાં યોગ્ય સ્થળે ખસેડવા આવે જેથી નાગરિકોને અગવડતાના પડે જે માટે માન. અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રીએ તાત્કાલિક ધોરણે શાક માર્કેટ માટે યોગ્ય પ્લોટ શોધી આયોજન કરવા માર્કેટ સુપ્રીટેન્ડન્ટને સૂચના આપવામાં આવી હતી. સાથે મ્યુનિ. સભાસદશરીઓ દ્વારા કરેલ અન્ય સૂચનો સંદર્ભે વોર્ડ નંબર ૧૮ મા આવેલ માંજલપુર સ્મશાનમા જરૂરી કામગીરી કરાવવા તથા વાસના સ્મશાનના નવીની કરણ સંદર્ભે સૂચના આપવામાં આવેલ છે. સાથે દક્ષિણ ઝોનમા બનાવવામાં આવનાર સ્વીમીંગપુલ પણ વોર્ડ નંબર-૧૮મા યીગ્ય સ્થળે આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.




વધુમાં અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી દ્વારા આસિ. મ્યુનિ.કમિશનર અને વોર્ડ ઑફિસરને ગેરકાયદેસર ઉભી રહેતી લારીઓ અને પથારા સંદર્ભે સંકલન કરી ઝડપી કામગીરી કરવા સાથે વોર્ડ વિસ્તારમાં આવેલ કચરાના ઓપન સ્પોટ વહેલી તકે નાબૂદ કરવા અને સઘન રીતે સફાઈ કરવા સૂચના આપવામાં આવી હતી.





ત્યારબાદ વોર્ડ નંબર 9 ના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે, નરસિંહભાઈ ચૌહાણ, અને સુરેખાબેન પટેલ દ્વારા અધ્યક્ષશ્રીડૉ. શીતલભાઈ મિસ્ત્રીને પોતાના વિસ્તારના વિવિધ કામો સંદર્ભે રજુઆત કરવામાં આવેલ જે સંદર્ભે અધ્યક્ષશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાના હેતુ થી ઉન્ડેરા વિસ્તારમાં વુડા દ્વારા કરવામાં આવી રહેલ વિકાસના કામોના ખાડા પુરાણ તેમજ જરૂરી સાફ સફાઈ સંદર્ભે વુડાના અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના ડે. મ્યુનિસિપલ કમિશનર અર્પિતબેન સાગરને જાણ કરી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી તાત્કાલિક ઇજારદારની પાસે કામગીરી પૂરી કરાવવા સૂચના આપી હતી. શ્રીરંગભાઈ આયરે દ્વારા ઉંડેરા તલાવથી ઇશાનયા શાંતિ સુધી વરસાદી ચેનલ પર સ્લેબ ભરવા તથા ગોત્રી વિસ્તારની ઓપન ચેનલને સ્લેબ ભરવા માટે રજુઆત પરત્વે અધ્યક્ષરી ડૉ. શીતલભાઈ મિસ્ત્રી દ્વારા તાત્કાલિક સદરહું વરસાદી ગટર ઉપર સ્લેબ ભરવાની કામગીરી માટે અધુકારીને જણાવવામાં આવેલ સાથે પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિવિધ જગ્યાઓએ ડીપ રેન વોટર રિચાર્જ વેલ સંદર્ભે કાર્યપાલક ઇજાનેરને કામગીરી માટે જરૂરી આયોજન કરવા સૂચના આપવામાં આવેલ આમ વિવિધ વોર્ડના સભાસદશરીઓ દ્વારા કરવામાં આવેલ રજુઆત સંદર્ભે અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી દ્વારા ત્વરિત નિકાલ લાવવા અને વિકાસના કામોને વેગ મળે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવેલ.

Reporter: News Plus

Related Post