વડોદરામાં વિવાદોના ધેરામાં રહેતી એમ.એસ.યુનિવર્સિટીમાં મેસ ફી વધારાને લઈ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ વિરોધ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓનું ઘર્ષણ સર્જાયું હતું જેને લઈને હવે વિરોધ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. 200 અજાણ્યા વિદ્યાર્થીના ટોળા ઉપર સયાજીગંજ પોલીસે રાયોટીંગની ફરિયાદ નોંધી.
ગત 28 જૂને 200 વિદ્યાર્થીઓએ એમ.એસ. યુનિવર્સીટીની હોસ્ટેલમાં ભોજન ફીને લઈને વીસીના બંગલા પર વિરોધ કર્યો હતો. જે દરમિયાન સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તે દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે હવે સયાજીગંજ પોલીસે અજાણ્યા વિદ્યાર્થીઓના ટોળાઓ ઉપર રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.
યુનિવર્સીટીના વીસીના બંગલા પર કરેલા વિરોધ પ્રદર્શન મામલે 200 જેટલા અજાણ્યા વિદ્યાર્થીઓના ટોળા સામે સયાજીગંજ પોલીસ મથકમાં આઇપીસીની કલમ 143, 147, 447 અને 427 મુજબ દાખલ કરવામાં આવ્યો. જેના કારણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Reporter: News Plus