દિવસ પહેલા બનાવને એક્શનમાં આવીને ટેકનિકલ શોર્સ થી ઝડપી પાડ્યો
વડોદરાશહેરના તરસાલી રોડ પર બે દિવસ અગાઉ હીટ એન્ડ રનના બનાવોની ઘટનામ 19 વર્ષીય વિનયકુમાર રોહિતને અડફેટે લીધો હતો અને ટૂંકી સારવાર બાદ અંતિમ ત્યારશ્વાસ લીધો હતો.ત્યારે વિનયકુમાર રોહિતને મોતને ઘાટ ઉતારનાર ને સેલવાસ થી ઝડપી પાડયો.....
- શહેરમાં હીટ એન્ડ રનના બનાવોની ઘટના દિવસને દિવસે વધી રહીં છે. તરસાલી સુસેન રોડ પર રોડ રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે 48 કલાક સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલા યુવકે આખરે અંતિમ શ્વાસ લેતા તેનુ મોત મૃત્યુ થયું હતુ. બનાવને પગલે મકરપુરા પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સુસેન તરસાલી રીંગ રોડ પર આવેલા રામનગર ખાતે રહેતો 19 વર્ષીય વિનયકુમાર રોહિત તેના પરિવારનો એકનો એક આધાર હતો. વિનયની કમાઇથી તેના વૃદ્ધ માતા-પિતા અને નાના ભાઇનુ ગુજરાન ચાલતું હતુ.
ગત તા. 23 જૂનના રોજ અંદાજીત રાત્રીના અગ્યાર વાગ્યાની આસપાસ વિનય તેના ઘર પાસેના એસાર પેટ્રોલ પમ્પ પાસેથી પસાર થઇ રહેલો રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ સમયે પુરપાટ ઝડપે આવી રહેલી ગ્રે કલરની સ્વીફ્ટ કારના ચાલકે વિનયને અડફેટે લીધો હતો પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા વિસ્તારના તમામ સીસીટીવી ફંફોળી નાખ્યાં હતા. જેમાં તરસાલી શાક માર્કેટ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં અકસ્માત સર્જનાર ગ્રે કલરની સ્વીફ્ટ કાર કેદ થઇ હતી. આમ પહેલી કળી મળ્યાં બાદ પોલીસે કરજણ ટોલનાકા સુધીના સીસીટીવી ફુટેજ મેળવી વિનયને મોતને ઘાટ ઉતારનાર તરસાલી વિજયનગર ખાતે રહેતા કાર ચાલક ધવલ પટેલને શોધી કાઢ્યો હતો. અકસ્માતની ઘટનાને અંજામ આપ્યા બાદ ધવલ પોતાના ઘરે ગયો અને ત્યારબાદ તે વડોદરાથી સેલવાસ નાસી છુટ્યો હતો. જોકે મકરપુરા પોલીસે ધવલ પટેલને ઝડપી પાડી IPC કલમ 304 સહિત અન્ય કલમોનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: News Plus