News Portal...

Breaking News :

ગાયને બચાવવા માટે ડ્રાઇવર પ્રયત્ન કરતા બસ રસ્તાના ડિવાઈડર ઉપર ચડી ગઈ

2025-07-03 16:15:46
ગાયને બચાવવા માટે ડ્રાઇવર પ્રયત્ન કરતા બસ રસ્તાના ડિવાઈડર ઉપર ચડી ગઈ


વડોદરા:  રખડતા ઢોરોને કારણે અકસ્માતના અવારનવાર બનાવો બને છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાના કિસ્સા બન્યા છે.



ગઈ મધરાતે આવા જ એક બનાવમાં હરણીરોડ પર ગુજરાત સરકારની એસટી બસના મુસાફરોનો બચાવ થયો હતો. સુરતથી પાવાગઢ જતી બસ મધરાતે વડોદરામાં પેસેન્જર ઉતારીને બાકીના ચારેક પેસેન્જર સાથે પાવાગઢ જઈ રહી હતી ત્યારે હરણી રોડ પર એક ગાય આડે આવી હતી. 



અચાનક આવી ગયેલી ગાયને બચાવવા માટે ડ્રાઇવર પ્રયત્ન કરતા બસ રસ્તાના ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. જેને કારણે બસને ખાસ્સું એવું નુકસાન થયું હતું. પરંતુ ડ્રાઇવર ક્લીનર અને પેસેન્જરનો બચાવ થયો હતો‌. જેથી આ બનાવ અંગે કંડકટર નિર્મલસિંહની ફરિયાદ લઈ હરણી પોલીસે બસ ડ્રાઇવર વિનુ રામસિંગભાઈ બારીયા (વડેલાવ ગામ,ગોધરા) સામે બેદરકારી પૂર્વક બસ હાંકવા બદલ ગુનો દાખલ કર્યો હતો.

Reporter: admin

Related Post