વડોદરા: શહેરમાં ટ્રાફિક પોલીસનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં નીકળ્યો હતો તે દરમિયાન કલાલી ત્રણ રસ્તા પાસે રોડ પર આવતા વડસર બ્રિજ તરફથી બે ટ્રક ચાલક આવતા હોય તેઓને ઇશારો કરી રોડની સાઈડમાં ઉભા રાખ્યા હતા.
બંને હેવી વ્હીકલ હોય ડીટેઇન કરવાની કામગીરી કરવાની હતી. જેથી એક ટ્રકમાં ટીઆરબી કોન્સ્ટેબલ અજયભાઈ અને બીજી ટ્રક કોન્સ્ટેબલ ધરમસિંહ બેઠા હતા. ટીઆરબી જવાન અજયભાઈ જે ટ્રકમાં બેઠા હતા. તેનો ડ્રાઇવર સયાજીગંજ ખાતે ટ્રક લઈ જવાના બદલે બીએપીએસ સર્કલ તરફ લઈ ગયો હતો. કોન્સ્ટેબલનું અપહરણ કરી એક સ્કૂલ પાસે લઈ ગયો હતો અને ધમકી આપી હતી કે તને ખોટા કેસમાં ફસાવી દઈશ.તે ટ્રકના સ્ટીયરીંગની આગળ તેનો મોબાઈલ, રોકડ રકમ તથા ચાવી મૂકીને ભાગી ગયો હતો જે અંગે ટીઆરબી જવાને જાણ કરતા ટ્રાફિક પીએસઆઇએ તરત સ્થળ પર પહોંચી પડેલ મોબાઈલ રોકડા રૂપિયા ઉતારી લીધો હતો.
અન્ય કોન્સ્ટેબલ મારફતે ટ્રક સયાજીગંજ ખાતે મોકલી આપી હતી. ત્યારબાદ ટ્રાફિક પીએસઆઇ અને કોન્સ્ટેબલ ધરમસિંહ કલાલી ત્રણ રસ્તા પાસે ટ્રાફિક નિયમનને કામગીરી કરતા હતા તે દરમિયાન ટ્રકનો ડ્રાઇવર લોકેશકુમાર શર્મા તથા અન્ય એક વ્યક્તિ પીએસઆઇ પાસે જઈને ઝઘડો કરી તમે મારા પૈસા પડાવી લીધા છે. તેમ કહી બોલાચાલી કરતા ટોળું ભેગું થઈ ગયું હતું. આ અંગે અટલાદરા પોલીસે ડ્રાઇવર લોકેશકુમાર તથા તેના સાગરીત સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે.
Reporter: admin







