સાંઢાસાલ મેવલી રોડ પર સ્મશાન જવા વાળા રોડ પર આવેલ બળીયાદેવ મંદિર પાસે બાંકડા ઉપર અર્ધ બળેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો

જૈમિન કિરણસિંહ ગોહિલ રહે સાંઢાસાલ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું. ગતરાત્રિએ મૃતકના ફળિયામાં લગ્ન હતું અને ગરબા રમવા ગયો હતો અને ત્યાંથી મૃતક ગુમ થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાની શંકા .ડેસર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. યુવકના મૃતદેહને ડેસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો.

Reporter: admin







