વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં ગોકુલનગર નજીક વરસાદી નાળામાં એક વ્યક્તિ પડ્યો હોવાની માહિતી મળતાની સાથે જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની વડીવાડી ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી વૃદ્ધનું રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢ્યા હતા. વૃદ્ધને સામાન્ય ઇજાઓ થઈ હતી.