News Portal...

Breaking News :

હાલોલ તાલુકાના કડાછલા ગામ નજીક નર્મદા કેનાલમાં પગ લપસતા ડૂબેલા યુવાનનો મૃતદેહ ત્રીજા દિવસે રામ

2025-03-18 16:57:18
હાલોલ તાલુકાના કડાછલા ગામ નજીક નર્મદા કેનાલમાં પગ લપસતા ડૂબેલા યુવાનનો મૃતદેહ ત્રીજા દિવસે રામ


હાલોલ તાલુકાના નવા ઢીકવા ગામે નિશાળ ફળિયામાં રહેતો 24 વર્ષીય પરિણીત યુવાન સંજયભાઈ સોમાભાઈ બારીયા ગત તારીખ 15/03/2024 શનિવારના રોજ સાંજે 05:30 કલાકે હાલોલ તાલુકાના કડાછલા ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં હાથ પગ ધોવા માટે ઊતર્યો હતો જેમાં નર્મદા કેનાલમાં ઉતરી નીચે ઉભા રહી હાથ પગ ધોઈ રહેલા સંજયનો પગ એકાએક લપસી જતા સંજય પાણીમાં પડ્યો હતો જેમાં નર્મદા કેનાલના ઉંડા ધસમસતા વહેતા પાણીમાં પડેલો સંજય તણાઈ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો 


જેમાં બનાવની જાણ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરવામાં આવી હતી જેમાં ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે દોડી આવી નર્મદાના કેનાલમાં ડૂબેલા સંજયને શોધવા માટેની કવાયત હાથ ધરી હતી જ્યારે બનાવની જાણ થતા નવા ઢીકવા ગામેથી સંજયના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેમાં ફાયર ફાઈટરની ટીમે સતત પાણીમાં સંજયના મૃતદેહને શોધવા માટેની તજવીજ હાથ ધરી હતી પરંતુ બે દિવસ સુધી સંજયના મૃતદેહનો નર્મદાના ધસમસતા વહેતા પાણીમાંથી કોઈ પત્તો લાગ્યો ન હતો જોકે ગઈકાલે ત્રીજા દિવસે સોમવારે મોડી સાંજે હાલોલ તાલુકાના રામેશરા નજીક નર્મદા કેનાલમાં સંજયનો મૃતદેહ સતત ત્રણ દિવસ સુધી પાણીમાં રહ્યા બાદ ફુલી ગયેલ હાલતમાં પાણીની સપાટી પર તરતો જોવા મળ્યો હતો જેમાં સંજયનો મૃતદેહ કેનાલના પાણીમાં તરતો જોવા મળતા તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવતા ફાયર અને રેસ્ક્યુ ટીમના કર્મચારીઓએ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી રામેશરા ખાતે આવેલી નર્મદા કેનાલના મુખ્ય બારાથી 300 મીટરના અંતરેથી સંજયના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો 


જેમાં બનાવની જાણ થતા હાલોલ રૂરલ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાંથી બહાર કાઢવામાં આવેલા સંજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આજે મંગળવારે બપોરે સંજયભાઈ બારીયાના મૃતદેહનું રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરી તેઓના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો હતો જ્યારે બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસે અકસ્માત મોત (એડી) અંગેની નોંધ કરી વધુ તપાસ અર્થે આગળની કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.

Reporter: admin

Related Post