વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરના પાણી આજે ઓસરવાની શરૂઆત થઈ છે.
ત્યારે વેમાલીમાં આવેલ આદીત્ય પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાંથી બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યુ હતું. પુરના પાણી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઘૂસ્યા હતા. પૂરના પાણી વેમાલીમાં આવેલ આદીત્ય પાર્ટી પ્લોટમાં ફરી વળ્યા હતા. આજે પૂરના પાણી ઓસરવાની શરૂઆત થઈ છે.
ત્યારે આદીત્ય પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાંથી પાણી કાઢવામાં આવ્યુ હતું. તે દરમિયાન બેઝમેન્ટમાંથી બે કર્મચારીઓના મોત નીપજ્યા હતા. પાર્ટી પ્લોટમાં મેનેજર અને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાનોના મોત નીપજ્યા હતા. બે યુવાન કર્મચારીઓના મોત નીપજતા પરિવારજનોમાં ઘેરો શોક વ્યાપ્યો છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને યુવાનોનું પોસ્ટમોર્ટમ થયા મોતનું સત્ય હકીકત જાણી શકાશે તેમ જણાવ્યુ હતુ.
Reporter: admin