News Portal...

Breaking News :

ભાજપા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મૃતકોને હદય પૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

2025-06-23 14:49:44
ભાજપા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મૃતકોને હદય પૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી.





તાજેતરમાં અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી. વિજયભાઈ રૂપાણી સહિત અનેક નાગરિકો હતા હત થયા હતા. સ્વર્ગસ્થોના માનમા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા " નમો કમલમ ખાતે" શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, વૈષ્ણવ સંપ્રદાયના મહંતો, શહેર પ્રમુખ.ડો. જયપ્રકાશ સોની, દંડક બાલકૃષ્ણ શુક્લ,મેયર પિન્કી સોની, ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયરશ. ચિરાગ બારોટ, ધારાસભ્ય. યોગેશભાઈ પટેલ , કેયુરભાઈ રોકડિયા,મહામંત્રી, કાઉન્સિલર ,પૂર્વ કાઉન્સિલર તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


અંતમાં ઉપસ્થિત સૌ સંતો મહંતો સહિત કાર્યકર્તાઓએ બે મિનિટ પાળી સ્વર્ગસ્થોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.  ગોઝારી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક નાગરિકો હતાહત થતા આપણે સૌ એક પરિવાર બની સ્વર્ગસ્થોના પરિવારના દુઃખમાં સરખા ભાગીદાર બન્યા છે .પુર્વ મુખ્યમંત્રી. વિજયભાઈ રૂપાણી સાથે ટૂંકા સમયના અનુભવોનું વર્ણન કરતા જણાવ્યું હતું કે જીવનમાં સંગઠનની ભાવનાને કારણે મારા જેવા નવીનતમ અધ્યક્ષને શુભેચ્છા આપવા પોતાનો પ્રવાસ ટૂંકાવી વડોદરા ખાતે આવી વડીલ તરીકે માર્ગદર્શન આપવાનો તેમનો ઉમદા ગુણ કાર્યકર્તાઓ માટે વિશિષ્ટ અનુભવ હતો .કાર્યકર્તાઓની ચિંતા કરવાની તેમની પદ્ધતિ આપણે સૌએ શીખવી જોઈએ. તેઓના કાર્યની મહેક પંજાબમાં પ્રભારી તરીકે કરેલ કામગીરીને કારણે પંજાબથી અનેક કાર્યકર્તાઓ દુઃખી થયા હતા...

ડો. જયપ્રકાશ સોનીએ, અધ્યક્ષ ભાજપા 


વિશ્વનું સૌથી સુરક્ષિત વિમાન ગુજરાતમાં જ દુર્ઘટના પામ્યું તેમાં આપણે સૌએ પુર્વ મુખ્યમંત્રી શ્રી.વિજયભાઈ રૂપાણી સહિત અનેક નાગરિકોને ગુમાવ્યા તેનું દુઃખ છે. આર .એસ .એસ. ના સંસ્કારી શ્રી.વિજયભાઈને જનસંઘના અગ્રણીઓ ચીમનભાઈ શુક્લ, અરવિંદભાઈ મણિયાર, કેશુભાઈ પટેલ જેવા કુશળ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ રાજકીય ફલક ઉપર પહોંચ્યા હતા. 
બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય 
મને ૩૦- વર્ષની વયે મેયર પદે જવાબદારી મળતા રાજકોટ ખાતે તેઓ સાથે ક્રિકેટ મેચ રમવાનો અવસર સદા વિસ્મરણીય હતો. વિજયભાઈ એ પોતાના જીવનમાં મ્યુનિસિપલ કાઉન્સિલરથી મુખ્યમંત્રી પદ સુધી તમામ પદો ઉપર સેવા આપી પરંતુ તેઓના મુખ્યમંત્રી પદ દરમિયાન તેઓ સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. 
શબ્દસરણ બ્રહ્મભટ્ટ,પુર્વપ્રદેશ મહામંત્રી

Reporter: admin

Related Post