ગુજરાત રાજ્યના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઇ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સેવાનો વ્યાપ વધારવા વડોદરા થી પ્રયાગરાજ માટે નવીન વોલ્વો સાર્વિસ શરૂ કરવામાં આવી છે.

વડોદરા શહેરના ભક્તજનો માટે રાજ્ય સરકારના અને વડોદરાના પ્રભારી ગૃહ મંત્રી હર્ષ ભાઈ સંઘવી જી એ એસ ટી નિગમની સ્પેશીલ વોલ્વો બસ સેવા મહાકુંભ પ્રયાગરાજ માટે શરુ કરાવી છે આજે પ્રથમ બસ પ્રયાગ રાજ જવા રવાના થઇ હતી હર હર મહાદેવના નાદ સાથે ભક્તજનો એ યાત્રાની શરુઆત કરી હતી બસનું પ્રસ્થાન શહેર પ્રમુખ ડો વિજયભાઈ શાહ એ કરાવ્યું હતું જેમાં અનુ જાતિ મોરચા ના પ્રમુખ હર્ષદ પરમાર એસ ટી વિભાગીય નિયામક વી.એચ.શર્મા, વિભાગીય પરિવહન અધિકારી જે.જે.રબારી, ડેપો મેનેજર વડોદરા ગોસ્વામી તેમજ ભાજપના કાર્યકર્તા વિશાલ પંચાલ સહીતના હોદેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

વડોદરા થી શરુ કરાયેલી આ બસ એક રાત્રી શિવપુરી, એક રાત્રી પ્રયાગરાજમાં રોકાણ કરશે.આજે પ્રથમ દિવસે બસમાં 39 મુસાફરો પ્રયાગરાજ જવા રવાના થયા હતા આ બસમાં એક સુપરવાઈઝર પણ રાખવામાં આવ્યા છે.વડોદરા થી મહા કુંભનું પેકેજ ભાડું એસ ટી નિગમે રૂપિયા 8,200 નક્કી કર્યું છે તમામ વયવસ્થા એસ.ટી.વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યના ગૃહ મંત્રી એ મહાકુંભ માટે કરેલી આ વોલ્વો બસ સેવાનો મુસાફરો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે મહાકુંભ સુધી બુકીંગ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડ થી બસ નું પ્રસ્થાન થશે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ એ ફેલગ ઓફ કરી બસને રવાના કરી હતી અને જણાવ્યું હતું શહેરના ભક્તો માટે આ સુંદર અને સલામતી ભરી બસ સેવા શરૂ કરી છે જેનો શહેરીજનો લાભ લે અને 144 વર્ષ પછી આવેલા આ મહાકુંભનો લાભ લે સાથે મુસાફરોને યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી અને દરેક મુસાફરોને મોં મીઠું કરાવી પુષ્પ થી સ્વાગત કર્યું હતું યાત્રિકો પણ ખુબ ખુશીની લાગણી અનુભવી હતી

Reporter: admin