વડોદરા : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હજી પણ કથડેલી હાલતમાં રહીં છે. ગુનેગારોમાં પોલીસનો ભય સહેજ પણ દેખાતો નથી, જેના કારણે હવે માથાભારે શખ્સો ખુલ્લેઆમ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાની ઘટના બનાવા પામી છે.

જેમાં યુવકે પોતાના સ્વબચાવમાં કરવાનો પ્રયાસ કર્યો પરંતુ માથા ભારે ઈસમે ચાકુ ના ઘા ઝીંકી એક યુવાનને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવની જાણ મકરપુરા પોલીસ ને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ભાજપના પૂર્વ કાઉન્સીલર રમેશ પરમારના પુત્ર તપનની ચકચારી હત્યા કેસ બાદ વડોદરા પોલીસ સફાળી જાગી અને ઠેર ઠેર કોમ્બીંગ તેમજ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

છતાંય હજી પણ શહેરમાં ગુનેગારો બેખોફ બની ગુનાઓને અંજામ આપી રહ્યાં છે.વડોદારા શહેરમાં મકરપુરા વિસ્તારમાં સોમવારના રોજ જુના ઝગડાની અદાવત રાખી બે યુવકો વચ્ચે સામ સામે મારામારી થઇ હતી. આ મારામારીમાં તીક્ષ્ણ હથિયાર સાથે આવી પોહચેલા યુવકે બીજા યુવક પર હુમલો કર્યો હતો ત્યારે વિસ્તારમાં અચાનક ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી. તીક્ષ્ણ હથિયારથી એક બીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં વિસ્તારના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાં થયેલી ભીડ માંથી કોઈએ પોલીસ ને ફોન કરતા મકરપુરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ બે જણ વચ્ચે થયેલ મારા મારી માં ઇજાગ્રસ્તને સારવાર કરાવા હોસ્પિટલ ખાતે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Reporter: admin