News Portal...

Breaking News :

2025ની સૌથી મોટી ઍક્શન ફિલ્મ! સોનુ સુદની જાસૂસી થ્રિલર ફતેહનો વર્લ્ડ ટિવી પ્રીમિયર સ્ટાર ગોલ્ડ પર 22 જૂન, રવિવાર રાતે 8 વાગ્યે!

2025-06-17 14:30:22
2025ની સૌથી મોટી ઍક્શન ફિલ્મ! સોનુ સુદની જાસૂસી થ્રિલર ફતેહનો વર્લ્ડ ટિવી પ્રીમિયર સ્ટાર ગોલ્ડ પર 22 જૂન, રવિવાર રાતે 8 વાગ્યે!


એકલો યોદ્ધા સામે ખતરનાક સાઇબર માફિયા! કોણ જીતશે આ જંગ?
સોનુ સુદની ધમાકેદાર ઍક્શન ફિલ્મ ‘ફતેહ’ હવે ટેલિવિઝન પર આવી રહી છે. આ ફિલ્મ દુનિયામાં પહેલીવાર જોવા મળશે 22 જૂન, રવિવારના રોજ રાત્રે 8 વાગ્યે, માત્ર સ્ટાર ગોલ્ડ પર.



‘ફતેહ’ની કહાની છે ફતેહ સિંહની – જે એક ભૂતપૂર્વ સ્પેશિયલ ઓપ્સ અધિકારી છે. જ્યારે એક નિર્દોષ છોકરીને સાઇબર ક્રાઈમ ગેંગ અપહરણ કરે છે, ત્યારે તે ફરીથી દસ્તાન પહેરે છે અને નિકળી પડે છે એક મિશન પર. આ બચાવ પ્રયાસ તરત જ એક વિશાળ જંગમાં ફેરવાઈ જાય છે – ડિજીટલ દુનિયાના ખતરનાક ગુનેગારો સામે.
આ ફિલ્મમાં સોનુ સુદ સાથે નજરે પડશે જેકલીન ફેર્નાન્ડીસ, શિવ જ્યોતિ રાજપૂત, વિજય રાજ અને નાસિરુદ્દીન શાહ. આ સોનુ સુદ ના ડિરેક્ટોરિયલ ડેબ્યુની ફિલ્મ છે – એટલે કે પહેલી ફિલ્મ જે તેમણે જાતે ડિરેક્ટ કરી છે.

સોનુ સુદ એ જણાવ્યું:
"હું હંમેશા જાણતો હતો કે જો ક્યારેય ફિલ્મ બનાવીશ તો પહેલી ફિલ્મ ઍક્શન પર જ હશે. Fatehમાં ઇન્ટરનેશનલ લેવલનો ઍક્શન છે, પણ એકદમ દેશી અંદાજમાં. દરેક ફાઈટ પાછળ એક હેતુ છે – માત્ર દેખાવ માટે ઍક્શન નથી."



પાત્ર વિશે સોનુ સુદ કહે છે:
"મારા કરિયરમાં ઘણા ઓછા રોલ એવા આવ્યા છે જે શારીરિક અને ભાવનાત્મક રીતે પણ મને પડકાર આપે. ફતેહ સિંહ એવો જ પાત્ર છે  જે ખરાબાઈ સામે લડે છે અને પોતાના માટે પોતાનું જીવન પણ આપી શકે છે. મને ખૂબ આનંદ છે કે મારી પહેલી ફિલ્મ સ્ટાર ગોલ્ડ પર 22 જૂનના રોજ રાતે 8 વાગ્યે દર્શાવવામાં આવશે."

શિવ જ્યોતિ રાજપૂત એ કહ્યું:
"ફતેહ માત્ર ઍક્શન ફિલ્મ નથી, એ એક હકીકત પણ બતાવે છે – સાઇબર ક્રાઈમની, જે આજકાલ દરેક જગ્યાએ ફેલાઈ રહી છે. મારો પાત્ર પણ એ જ સાથે સંઘર્ષ કરે છે. ગામ હોય કે શહેર, આજે દરેક ડિજીટલ દુનિયામાં છે – અને ત્યાથી જ સમસ્યા શરૂ થાય છે. હું તો પોતે પણ 22 જૂને સ્ટાર ગોલ્ડ પર આ ફિલ્મ જરૂર જોઈશ – પોપકોર્ન સાથે!" તો યાદ રાખજો – 22 જૂન, રવિવાર, રાત્રે 8 વાગ્યે – સોનુ સૂદનો મુકાબલો સાઇબર અપરાધ સામે!

Reporter: admin

Related Post