ચોરીના બનાવમા જરોદ પોલીસ જવાન પાસેથી લાખોના ઘરેણા મડી આવતા કાયદાના સણસામા
345 ગ્રામ સોના ચાંદિના આભુષણ પોલીસે રિકવર કર્યા
વાઘોડિયા દ્વારકાધીશ મંદિર પાસે નિવૃત ફોરેસ્ટરના ઘરમા થયેલી ચોરીનો લાખો રુપીયાનો મુદ્દામાલ તસ્કરોપાસેથી રાખવા બદલ જરોદ પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ જીંજુવાડિયાની વાઘોડિયા પોલીસે અટકાયત કરી એક દિવસના રિમાન્ડ મેડવ્યા છે .વાઘોડિયા ટાઊનમા દ્વારકાધીશ મંદિર પાસે આવેલ નિવૃત વન વિભાગના ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ કાશીવાલાના બંઘ મકાનના દરવાજાનુ તાડુ તોડી તસ્કરોએ 27. 56 લાખના 345 ગ્રામ સોનાના ચાંદિના દાગીના સહિત 27 હજાર રોકડા રુપીયાની ચોરી કરવાના ચકચાર બનાવમા વાઘોડિયા પોલીસ મથકે ફરીયાદ નોંઘાતા.આચોરીનો ભેદ ઊકેલવા Dysp વડોદરા ગ્રામ્ય, વડોદરા LCB તેમજ ડૉગસ્કોર્ડ અને ફોરેન્સ વિભાગની ટીમો સહિત વાઘોડિયા પોલીસ જવાનોએ જાહેર માર્ગપર લગાવેલ cctv તપાસ્યા હતા.ચોરીની ઘટનાની રાતે એક શંકાસ્પદ શિફ્ટ કાર cctv મા જોવા મડતા ચોરીના આખેઆખા ગુનાનો ભેદ ઊકેલી પોલીસ આરોપી સુઘી પહોંચી હતી.આ ગુનામા ચાર આરોપીની ઘરપકડ કરવામા આવી હતી.
આ ચોરીના ગુનામા સંડોવાયેલ રાકેશ ચૌહાણ વાઘોડિયા, પાલેજ ભરુચના ફિરોઝ ઊર્ફે સલીમ કાજી, કરજનના હાજી મહંમદ ઘાંચી અને રાજસ્થાનમા છ જેટલા ચોરી, લુટ અને ઘાડના ગુનાનો રિઢો ગુનેગાર રામજી ઊર્ફે રાજુ ઉર્ફે રામલાલ જલામા મિના રહે.ઊદયપુરને ઝડપી પાડવામા આવ્યા હતા. આ ચોરીના ચકચારી બનાવમા આરોપીઓ઼એ ચોરીના સોનાચાંદિના દાગીના આભુષણોનો જરોદ પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ મુકેશભાઈ જીજુંવાડિયાને તસ્કરોએ આપ્યાે હોવાનો ઘટસ્ફોટ આરોપીઓએ ખુદે કરતા સમગ્ર મામલે ફાંડો ફુટ્યો હતો. વાઘોડિયા પોલીસે ચોરીનો મુદ્દામાલ જરોદ કોન્સ્ટેબલના ઘરમાંથી રિકવર કરતા ગુનાના કામે પોલીસ કોન્સ્ટેબલે ચોરીનો મુદ્દામાલ રાખી આરોપીઓને યેનકેન પ્રકારે મદદ કરી હોય વાઘોડિયા પોલીસે જરોદ કોન્સ્ટેબલ ચિરાગ જીંજુવાડિયાને આરોપી બનાવવા તેની સામે તપાસ દરમ્યાન સાયન્ટેફિક પુરાવા મેડવી આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. ગત્ સાંજે આરોપી કોન્સ્ટેબલ ચિરાગને વાઘોડિયા કોર્ટમા રજૂ કરતા એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. આ ગુનામા જરોદ પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી હોવાનુ બહાર આવતા પોલીસ મેળામાં ખડભરાટ મચ્યો હતો.
Reporter: admin







