પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જી તથા પ્રભારી મંત્રી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીજી ના માર્ગદર્શન હેઠણ ભાજપ દ્વારા વડોદરાના પૂર અસરગ્રસ્ત પરિવારને અનાજની કીટ આપવામાં આવશે
જેના આયોજન માટે આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપધ્યાય હોલ ખાતે ભાજપ શહેર સંગઠનની વ્યસ્થા માટે બેઠક થઇ હતી અને બેઠક બાદ સાંજે 4 વાગે અનાજની કીટનું વિતરણ શરુ કરાયું છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શહેરમાં 35,000 જેટલા કુટુંબોને ઉપયોગ માં મદદ મળી રહે તે માટે રાહત સામગ્રી કીટને વિતરણ માટે બેઠકનું આયોજન શહેર અધ્યક્ષ ડો વિજય શાહની પ્રમુખ સ્થાને થયું હતું જેમાં સાંસદ ધારાસભ્યો વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ઉપસ્થિત શીર્ષ નેતૃત્વએ તમામ 19 વોર્ડના પ્રમુખ મહામંત્રીઓ અને કોર્પોરેટરોને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ પંડિત દીનદયાળ હોલ ખાતેથી કીટ વિતરણ રથને પ્રસ્થાન કરાવ્યું હતું
આ કીટનું વિતરણ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સતત 2 થી 3 દિવસ સુધી કરવામાં આવશે આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, સાંસદ ડૉ હેમાંગ જોષી, ધારાસભ્ય મનીષાબેન વકીલ, કેયુરભાઈ રોકડીયા, શહેર મહામંત્રી જશવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક, સત્યેનભાઈ કુલાબકર, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, દંડક શૈલેષભાઇ પાટીલ, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, કોર્પોરેટરઓ, સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ, અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા કીટ વિતરણ અંગે શહેર અધ્યક્ષ ડો વિજય ભાઈ શાહ એ જણાવ્યું હતું કે માનનીય મુખ્ય મંત્રી તેમજ પ્રદેશના અધ્યક્ષ કેન્દ્રના મંત્રી સી આર પાટીલ જી વડોદરાની પૂરગ્રસ્ત પ્રજાની ચિંતા રાખી પ્રદેશ કક્ષાએથી 35000 પરિવાર માટે 1 મહિનો ચાલે એટલી અનાજની કીટ મોકલાવી છે આ કીટનું વિતરણ ભાજપના કાર્યકર્તા કરશે તે માટે ચાર ઝોનમાં અલગ અલગ પૂરગ્રસ્ત પરિવારને આ કીટ પોહ્ચાડવામાં આવશે સરકારી તંત્ર કેશડોલ જેવી સહાય તો કરે છે પણ ભાજપ પરિવાર પણ પૂરગ્રસ્તો માટે હંમેશા સેવા કરવા ઉપસ્થિત છે રાજ્ય સરકાર પણ વડોદરાની ચિંતા કરી સર્વે ની કામગીરી કરશે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા પ્રજાની પડખે છે અને આજે સાંજે 4 વાગ્યાથી કીટ વિતરણ શરૂ કરાયું છે જયારે સાંસદ ડો હેમાંગ જોશી એ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં 35000 કીટનું વિતરણ કરાશે અને બીજા તબક્કામાં પણ આ કામગીરી કરાય એવા પ્રયત્ન છે તેમજ વડોદરા ફરી વખત ધબકતું થાય
Reporter: admin