News Portal...

Breaking News :

સનદી અધિકારીની ભૂંડી ભૂમિકા. ફરિયાદી પોતે જ ડાયરેક્ટર સિક્યુરિટી!

2025-11-22 11:00:07
સનદી અધિકારીની ભૂંડી ભૂમિકા. ફરિયાદી પોતે જ ડાયરેક્ટર સિક્યુરિટી!


અતાપીની શરતભંગ થતાં એ ફાઇલની ચોરી થઈ હોવાની શંકા છે..
સીસીટીવી અને સુરક્ષા છતાં ફાઇલ ગુમ થવાનું ગાઢ રહસ્ય; સંબંધિત અધિકારીઓની તપાસ જરૂરી..
વિવાદીત પૂર્વ કમિશ્નર રાણાજીની બદલી થયા બાદ, ચાર્જ છોડતા પહેલા તથા નવા મ્યુનિસિપલ કમિશનર બાબુજીની પધરામણી પહેલાનાં સમયગાળામાં આ ફાઈલો ગુપ્ત રાહે અલોપ કરી દેવામાં આવી ?..
ડાયરેક્ટર પાર્ક્સ એન્ડ ગાર્ડન અને સિક્યુરિટી, મંગેશ જયસ્વાલની ચોરીનાં સાત મહિના બાદ માત્ર 15 લીટીની અધૂરી ફરિયાદ જ શંકા ઉપજાવે છે
સનદી અધિકારીની ભૂંડી ભૂમિકા. ફરિયાદી પોતે જ ડાયરેક્ટર સિક્યુરિટી!! એમના તાબાનાં સિક્યુરિટી ગાર્ડ જ કમિશનર બંગલા અને કેમ્પ હાઉસની ચોકેદારી કરતા આવેલ છે.ચારે બાજુ CCTV પણ લાગેલા છે. CCCમાં બીરાજતા ડાયરેક્ટર(આઈ.ટી.) પણ શંકાનાં દાયરામાં..



અતાપીએ શરત ભંગ કર્યો હોવાથી ઇરાદાપૂર્વક ફાઇલો ગુમ કરી દેવાઇ ? 
મ્યુનિ.કમિશનરના બંગલા પાસેની કેમ્પ ઓફિસમાંથી ચોરાયેલી આતાપીની ફાઇલનો મામલો હવે ચગી રહ્યો છે. મળેલી માહિતી મુજબ આતાપાએ કેટલીક શરત ભંગ કરેલી હોવાથી આ ફાઇલની ચોરી થઇ છે? પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ક્યારે પોલીસ મામલાના મુળમાં પહોંચશે તે કોઇને ખબર નથી. અતાપી થીમ પાર્ક 30-12-2016થી ઉભુ થયું હતું પણ સવાલ એ છે કે અતાપીવાળાએ જે શરતભંગ કર્યો હતો. તેની કોઇ તપાસ કોર્પોરેશન દ્વારા કરાઇ હતી ખરી?2022-23 માં 18 નોટિસો ફટકારવામાં આવી હતી. અતાપીની ફાઇલો કેમ્પ ઓફિસમાં શું કામ લાવવામાં આવી હતી? પૂર્વ કમિશનર દિલીપ રાણાએ આ ફાઇલ કેમ કેમ્પ ઓફિસમાં મંગાવી હતી, તે સૌથી મોટો પ્રશ્ન છે અને પોલીસે આ વાતથી જ તપાસ શરુ કરવી જોઇએ કારણ કે ફાઇલ ગુમ થવાના મામલાનું મુળ આ જ છે. એવું તો શું થયું હતું કે  ફાઇલો ગુમ કરાવવામાં આવી?  દિલીપ રાણાએ આ ફાઇલો કેમ મંગાવી હતી તે સૌથી મોટો સવાલ છે અને આ મામલે તેમની પણ પૂછપરછ થવી જોઇએ. ક્યા અધિકારીએ અતાપીની સાંઠગાંઠ સાથે આ ઘાલમેલ કરી છે તેની તપાસ થવી જરુરી છે. નવાઇની વાત એ છે કે આખો વિસ્તાર સીસી ટીવી અને સુરક્ષા ગાર્ડથી સજ્જ હોવા છતાં મહત્વની ફાઇલો જ  ચોરાઇ જાય છે. બિન્ધાસ્ત કોઇ શખ્સ ચોરી કરીને જતો રહે છે અને કોઇને ભનક સુદ્ધાં લાગતી નથી. રાઉન્ડ ધ ક્લોક આખો કમિશનર બંગલો સીસીટીવી અને સુરક્ષા ગાર્ડથી ઘેરાયેલો છે. આ કેમ્પ ઓફિસમાં કોઇ સામાન્ય વ્યક્તિ આસાનીથી પ્રવેશ પણ કરી શકે તેમ નથી અને કોર્પોરેશનના મહત્વના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જ અહીં પ્રવેશ કરી શકે છે તો જે વિભાગ સંડોવાયેલો છે તે વિભાગના અધિકારી અને કર્મચારીઓની સૌથી પહેલાં તપાસ કરવી જરુરી છે. જે અધિકારી વધારે અવરજવર કરતા હોય તે જ ચોરી કે ગુમ કરી શકે છે. આ ફાઇલ  બદઇરાદાપૂર્વક કોઈ ઉપરી અધિકારીનાં ઈશારે જ ગુમ કરાઇ છે. જે તે વિભાગનો અધિકારી કે પૂર્વ સનદી અધિકારી જ આ કામ કરી શકે. સામાન્ય અધિકારીનું કામ નથી.



પોલીસમાં કરાયેલી અરજીમાં શું લખ્યું છે ?
સયાજીગંજ પોલીસમાં પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેક્ટરે જે અરજી કરી છે તેમાં લખેલું છે કે પાર્કસ એન્ડ ગાર્ડન ખાતા દ્વારા અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક પ્રા.લી.ની મુળ ફાઇલ હોટલ, ટેન્ટ સીટી અને પાર્ટી પ્લોટ ચલાવવા અને લાયસન્સ ફી નક્કી કરવા બાબતે સ્થાયી સમિતી અને સમગ્ર સભાની મંજુરી મેળવવા દરખાસ્ત તૈયાર કરી મ્યુનિ.કમિશનરની સહીમાં મોકલેલ હતી. આ ફાઇલ પર કમિશનરે 'ડિસ્કસ' રીમાર્ક કરેલી હતી. જે સંદર્ભે તેમની સાથે ચર્ચા કરવા ડાયરેક્ટર અને આસિ.ડાયરેક્ટર મુળ ફાઇલ લઇને કેમ્પ ઓફિસ ખાતે ગયેલા હતા. કમિશનરે આ ફાઇલ વધુ અભ્યાસ માટે કેમ્પ ઓફિસમાં તેમના ટેબલ પર મુકાવેલી હતી. ત્યાર પછી કમિશનરની બદલી થતાં કેમ્પ ઓફિસ ખાતે તપાસ કરતા ફાઇલ મળી ન હતી કે કમિશનરના પીએની ઓફિસમાંથી પણ ફાઇલો મળી ન હતી. આ ફાઇલ જે તે શાખા કે ખાતામાં શરતચુકથી આવી ગયેલી હોય તો તે બાબતમાં દિવસ 7માં પરત કરવાની વિનંતી કરતો પરિપત્ર કરાયો હતો. પણ ક્યાંયથી જવાબ આવ્યો ન હતો. આ હકિકતને ધ્યાને લઇને ફરિયાદ દાખલ કરવા તથા આ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટનો દુરપયોગ નથી થયો તે અંગે જરુરી કાર્યવાહી કરશો !!

Reporter: admin

Related Post