News Portal...

Breaking News :

ગાઝા પટ્ટીમાં ગીચ રહેણાંક વિસ્તારમાં ૨૫ મીટરની ઉંડાઇએ બનાવવામાં આવેલી સાત કિલોમીટર લાંબી અને ૮૦ ઓરડા ધરાવતી ટનલ મળી

2025-11-22 10:21:13
ગાઝા પટ્ટીમાં ગીચ રહેણાંક વિસ્તારમાં ૨૫ મીટરની ઉંડાઇએ બનાવવામાં આવેલી સાત કિલોમીટર લાંબી અને ૮૦ ઓરડા ધરાવતી ટનલ મળી


ગાઝા પટ્ટી : ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ-આઇડીએફ- દ્વારા ગાઝા પટ્ટીમાં ગીચ રહેણાંક વિસ્તારમાં ૨૫ મીટરની ઉંડાઇએ બનાવવામાં આવેલી સાત કિલોમીટર લાંબી અને ૮૦ ઓરડા ધરાવતી ટનલ શોધી કાઢવામાં આવી છે. 


સોશિયલ મિડિયા પર આ ટનલનો વિડિયો મુકી આઇડીએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૨૦૧૪માં ઇઝરાયેલ હમાસ યુદ્ધ દરમ્યાન માર્યા ગયેલાં લેફ્ટનન્ટ હાદર ગોલ્ડિનના અવશેષો આ ટનલમાં રખાયા હતા જે આ મહિને સોંપવામાં આવ્યા હતા. દરમિયાન ઇઝરાયેલે ખાન યુનિસ ઇલાકામાં કરેલાં એક હવાઇ હુમલામાં પાંચ જણાંના મોત થયા હતા અને ૧૮ ઘાયલ થયા હતા.આઇડીએફે એક્સ પર જણાવ્યા અનુસાર આ ટનલ રફાના ગીચ વિસ્તારની નીચેથી પસાર થાય છે. આ ટનલનો ઉપયોગ હમાસના કમાન્ડર્સ શસ્ત્રો સંગ્રહવા માટે કરતાં હતા. યાહાલોમ કોમ્બેટ એન્જિનિયરિંગ યુનિટ અને શાયેટેટ ૧૩ નેવલ કમાન્ડો યુનિટ દ્વારા શોધી કાઢવામાં આવેલી આ ટનલ સાત કિલોમીટર લાંબી છે. 


હમાસના કમાન્ડર મુહમ્મદ શબાના દ્વારા વપરાતાં રૂમને આઇડીએફે શોધી કાઢ્યો હતો. શબાનાનું મેમાં લડાઇમાં મોત થયું હતું. આઇડીએફ દ્વારા એક અલગ પોસ્ટમાં જણાવાયું હતું કે તેમણે મારવાન અલ હમાસની ધરપકડ કરી છે. મારવાન લેફ્ટનન્ટ ગોલ્ડિનના મોતની સજાને નક્કી કરનારાઓમાંનો એક હતો. અલ હમાસને ગોલ્ડિનના દફનના સ્થળની જાણ હતી. જુલાઇ ૨૦૨૫માં નક્કી કરવામાંઆવેલાં ઓપરેશન્સમાંના એક આ ઓપરેશનનો હેતુ ગોલ્ડિનના અવશેષો મેળવી તેને ઇઝરાયેલમાં દફન કરવાનો હતો. બંને દેશો વચ્ચે સુલેહને છ અઠવાડિયાનો સમય થયો હોવા છતાં બંને પક્ષો એકમેક પર તેનો ભંગ કરવાના સતત આક્ષેપો કરી રહ્યા છે તે જોતાં આ સુલેહ લાંબો સમય ટકે તેમ લાગતું નથી. ઇઝરાયેલના તાજા બે હવાઇ હુમલામાં એક નાની છોકરી સહિત કુલ પાંચ જણાંના મોત થયા હતા.

Reporter: admin

Related Post