News Portal...

Breaking News :

આર્યુવેદ શાખા દ્વારા પોષણ કક્કો, પોષણની ABCD તેમજ પોષણ માસની પાંચ થીમના ધ્વજનું કરાયું લોન્ચિગ

2024-09-05 17:13:48
આર્યુવેદ શાખા દ્વારા પોષણ કક્કો, પોષણની ABCD તેમજ પોષણ માસની પાંચ થીમના ધ્વજનું કરાયું લોન્ચિગ



રાષ્ટ્રીય પોષણ માસ - ૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે નિયામક,આયુષની કચેરી,ગાંધીનગરના નિર્દેશનમાં (નેશનલ આયુષ મિશન અનુદાનિત) તથા જિલ્લા વિકાસ અધિકારી, વડોદરા પ્રેરિત અને જિલ્લા આયુર્વેદ અધિકારી,વડોદરાના માર્ગદર્શનમાં આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત,વડોદરા દ્વારા ગુરુવારે પોષણ કક્કો તથા પોષણની ABCD તેમજ પોષણ માસની પાંચ થીમના ધ્વજનું જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના હસ્તે લોન્ચિગ કરવામાં આવ્યું હતું.



પોષણના કક્કામાં આયુર્વેદના ઔષધ, આહાર દ્રવ્યો કે જે સરળતાથી ઉપલબ્ધ છે અને પોષણમાં વધુ ગુણકારી છે તેને પસંદ કરી નવીન પ્રસ્તુતિ કરવામાં આવી છે. જેમાં ક -કમળકાકડી, ખ - ખજૂરઆ રીતે સચિત્ર નિદર્શન કરવામાં આવ્યું છે.પોષણની ABCDમાં આયુર્વેદના સિધ્ધાંતો આહાર દ્રવ્યોને સરળ ભાષામાં સચિત્ર બતાવી સર્વગ્રાહી પોષણ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત પોષણમાસની એનીમિયા નિવારણ,ગ્રોથ મોનીટરીંગ, ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા સુશાસન, પારદર્શિતા તથા કાર્યક્ષમ સેવા વિતરણ, પોષણ ભી પઢાઈ ભી અને પૂરક આહારની પાંચ થીમ ફલેગ સ્વરૂપમાં બનાવી આ થીમને લોકો અનુસરે અને સુપોષિત વડોદરા - સમૃદ્ધ વડોદરા બનાવે તે માટે અપીલ કરવામાં આવી છે.જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ જણાવાયું કે કુપોષણની સમસ્યા નિવારવા માટે દરેકને ઉચિત, યોગ્ય, સર્વગ્રાહી પોષણ મળે તે ખૂબ જ જરૂરી છે. 


આયુર્વેદના સિધ્ધાંતો આહાર દ્રવ્યો,ઔષધોને લોકો જાણે, સમજે અને અપનાવી તેનો નિયમિત ઉપયોગ કરે તો રોગોમાંથી મુક્તિ તો થાય જ સાથે સાથે સ્વાસ્થ્ય જળવાઈ રહે અને સ્વાસ્થ્યનું સંવર્ધન પણ થઈ શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું.જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ પોષણ કક્કો, પોષણ ABCD તેમજ પોષણ માસની પાંચ થીમનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય તેમજ વધુને વધુ લોકો તેને અપનાવે તે માટે અનુરોધ કર્યો છે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખ,મુખ્ય સંયોજક જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણ, ICDS પ્રોગ્રામ ઓફિસર નયનાબેન પારગી તથા આયુષમાન આરોગ્ય મંદિર (આયુષ)ના તબીબો સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post