વડોદરા શહેરમાં ગત તા.26 થી 29 ઓગસ્ટ દરમિયાન માનવસર્જિત પુરની પરિસ્થિતિ ઉદભવી હતી તેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
શહેરમાં એવા પણ અનેક વિસ્તારો હતા જ્યાં અગાઉ ક્યારેય પૂરના પાણી નહોતા પ્રવેશ્યા પરંતુ આ વર્ષે આવેલા પૂરમાં એવા અનેક વિસ્તારમાં પ્રથમવાર આટલું પાણી ભરાયા હતા. શહેરના વરસાદી પાણીના નિકાલ કરતી ભૂખી કાંસ, મત્સ્યા કાંસ, રૂપારેલ કાંસ તથા હાઇવેના સમાંતર બહાર કોતરો સુધી જતી કાંસો પરના દબાણો અને વિશ્વામિત્રી નદીના દબાણોને કારણે શહેરમા પૂરપ્રકોપ આવ્યું જેમાં કરોડોનું નુકસાન થયું છે. લોકોને ફરીથી બેઠા થતાં લોકોને પાંચ થી દસ વર્ષનો સમય લાગશે.
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સનસીટી સોસાયટીમાં પૂરના પાણી એક સપ્તાહ સુધી ઓસર્યા ન હતા જેના કારણે લોકોને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે આજે મોરચો કિર્તીસ્તંભથી પગપાળા બેનરો, સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરીએ પહોંચતા પાલિકાના સુરક્ષા કર્મીઓ દ્વારા ગેટ બંધ કરી દીધો હતો જેના કારણે એકતબક્કે પલિકા કચેરીના ગેટ બહાર લોકોએ હોબાળો મચાવ્યો હતો રોડપર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી તે દરમિયાન મ્યુનિ. કમિશનર દિલીપ રાણાની ગાડી આવતા પૂરપિડીતોએ કમિશનર નો ઘેરાવો કર્યો હતો ત્યારે કમિશનર દિલીપ રાણાએ પાંચ આગેવાનોને પોતાની ઓફિસમાં બોલાવી રજૂઆત સાંભળવા જણાવ્યું હતું. અને સ્થાનિકોની વાત સાંભળી હતી તથા ત્યાં મશીનો કામે લગાડી દીધાં છે અને વહેલી તકે કામગીરી કરાશે તેવી બાંહેધરી આપી હતી.
Reporter: admin