વૈષ્ણવોના લાડીલા, યુવાનોના પ્રેરક માર્ગદર્શક ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશ લાલજી મહારાજ ષષ્ઠ પીઠની ગાદી પર બિરાજમાન છે
વૈષ્ણવ સૃષ્ટિના ગુરુવર્ય કે જેઓએ વૈષ્ણવોના જીવનમાંથી અંધકાર દૂર કરી પ્રકાશ પાથર્યો, પુષ્ટિમાર્ગ નું સાચું જ્ઞાન આપી વૈષ્ણવી જીવન કેવી રીતે જીવવું એનો માર્ગ બતાવ્યો, અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પાથર્યો એવા ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજ ના ચરણોમાં ગુરુ વંદના કરવા માટે સવારથી જ વૈષ્ણવોની ચહલપહલ કલ્યાણજી મંદિર ખાતે જોવા મળી ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દેશ-વિદેશના વૈષ્ણવો પ્રત્યક્ષ તેમજ ટેલીફોન દ્વારા ગરૂવંદના કરી કૃતાર્થ થયા,
સાંજે વિપો ગ્લોબલ તેમજ ષષ્ઠપીઠ કોર કમિટી દ્વારા ગુરુ વંદના પર્વ નિમિત્તે વૈદિક મંત્રોચ્ચાર, મંગલ વચનામૃત ,પાદ પૂજન, કેસર સ્નાન તેમજ ભજન સંધ્યા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર વડોદરા શહેર જિલ્લા તેમજ ગુજરાત ની સકલ વૈષ્ણવી સૃષ્ટિ પોતાના પ્રાણ પ્યારા ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમજ ગૃહવંદના કરી અહોભાવ વ્યક્ત કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે આ સમગ્ર આયોજનને ખૂબ સુંદર રીતે પાર પાડવામાં વિપો ગ્લોબલ તેમજ ષષ્ટપીઠ કોર કમિટીના કાર્યકરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આપના વચનામૃતનું શ્રવણ કરી ગુરુનું મહાત્મય સમજી સૌ વૈષ્ણવો ધન્ય બન્યા હતા.
Reporter: