ભારતીય સીમાની રક્ષા કરતા સેનાના સૈનિકો માટે આ વર્ષે વડોદરાથી 61000 રાખડીયો રક્ષાબંધનના પવિત્ર પર્વ પર સેનાના વિભિન્ન પોસ્ટ ઉપર પહોંચશે.
ભારતીય સેનાના સૈનિકો માટે છેલ્લા નવ વર્ષથી અનોખી અને અવિરત રાખી મોકલવાની સેવા જાળવી રાખતા વડોદરાના શિક્ષક સંજય બચ્ચાવ, આ પરંપરાનું આ 10 મુ વર્ષ છે 75 રાખ્યો મોકલવાની શરૂઆત સૌપ્રથમ કરવામાં આવી હતી આજે દસમા વર્ષે તે 61,000 માં પહોંચી છે. વડોદરાના શિક્ષક સંજય બચ્ચાવ ની પૂર્વ છાત્રાલ આ કાર્ય માટેનો સાથ આપે છે આ તમામ 61000 રાખ્યો દેશ વિદેશથી તેમના પાસે આવે છે ત્યારે નિર્ધારિત સમયને દિવસ અનુસાર આ તમામ રાખ્યોનું તેમના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવે છે
ત્યારબાદ તેને પેકિંગ કરી અલગ અલગ સેનાના પોસ્ટ ઉપર તેને મોકલવાની તૈયારી કરવામાં આવે છે. વયો વૃદ્ધ માતા બહેનોથી લઈ યુવા બહેનો દ્વારા આ રાખડીઓ બનાવી અથવા તૈયાર કરી વડોદરા મોકલવામાં આવે છે.ભારતના સીમાની રક્ષા કરતા સેનાના સૈનિકોને રક્ષાબંધન જેવા પવિત્ર પર્વ ઉજવણી માટે રજાથી વંચિત રહેવું પડતું હોય છે ત્યારે આવી સરાનીય કામગીરીથી તેઓ પોતાની બહેનોને તેમજ પર્વની ઉજવણી કરી શકે તથા સૈનિકોના અમૂલ્ય યોગદાન ના કારણે આજે દેશની પ્રજા શાંતિથી ઊંઘી શકે છે તેમના આ અમૂલ્ય યોગદાન અને બિરદાવા માટે આ કાર્ય નું આયોજન કરવામાં આવ્યું છે.
Reporter: admin