લખનઉં: યોગી સરકારે આ યાત્રાના રૂટ પર આવેલી દુકાનો પર દુકાનના માલિકોના નામ લખવાનો આદેશ જાહેર કર્યો છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે. યોગીના આ નિર્ણય પર અનેક નેતાઓએ સવાલ ઉભા કર્યા છે.
ત્યારે હવે NDAના સહયોગી પક્ષના નેતાએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવતા મોટું નિવેદન આપી દીધું છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને જેડી(યુ) નેતા કેસી ત્યાગી ના વિરોધ બાદ હવે કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોકદળ (RLD)ના અધ્યક્ષ જયંત ચૌધરી પણ આ મુદ્દે યોગી સરકારને સતત ઘેરી રહ્યા છે. જયંત ચૌધરીએ રવિવારે મીડિયા સાથે વાત કરતા યોગીના આદેશની આકરી ટીકા કરતા કહ્યું કે, 'આ મામલાને ધર્મ અને રાજનીતિ સાથે ન જોડવો જોઈએ કારણ કે કાંવડ લઈ જનારા તેમજ સેવા કરનારા વ્યક્તિની કોઈ ઓળખ હોતી નથી.
જો દરેક વ્યક્તિ પોતાની દુકાનો પર માલિકોનું નામ લખે છે તો બર્ગર કિંગ અને મેકડોનાલ્ડ વાળા શું લખશે?' જયંત ચૌધરીએ વધુમાં કહ્યું કે 'રાજ્ય સરકારે વિચાર્યા વગર જ નિર્ણય કર્યો છે. કઈ કઈ જગ્યાએ નામ લખશે, શું હવે કુર્તા પર પણ નામ લખવાનું શરૂ કરી દેવામાં આવે જેથી કરીને હાથ મિલાવવો કે ગળે લગાડવો તે નક્કી કરી શકાય. આ નિર્ણય બહુ ડહાપણભર્યો નથી અને દરેક મુદ્દાને ધર્મ સાથે જોડવો યોગ્ય નથી. હવે સમય આવી ગયો છે કે સરકાર આ નિર્ણય લઈ લેવો જોઈએ.'
Reporter: admin