News Portal...

Breaking News :

મધદરિયે પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ

2024-07-21 19:58:21
મધદરિયે પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ


પોરબંદર : કોસ્ટગાર્ડ દ્વારા એક દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરથી 20 કિમીના અંતરે મધદરિયે જહાજના એક ક્રુ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવા સહિતની મેડિકલ ઇમરજન્સી સર્જાતા રેસ્ક્યુ કરી દર્દીને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યો હતો.


આજે વહેલી સવારના ઇંડિયન કોસ્ટ ગાર્ડને ખબર મળી હતી કે પોરબંદરથી ૬૦ નોટિકલ માઈલ દૂર દરિયામાં એક જહાજના ક્રૂ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડી ગયા હતા. આથી તેને તાત્કાલિક મેડિકલ સેવાની જરૂરિયાત હતી. જો કે આ દરમિયાન પોરબંદર સહિતના વિસ્તારમાં પ્રતિકૂળ વાતાવરણ હોવાથી તબીબી સહાય ત્યાં સ્થળ પર આપવી શક્ય ન હોય કોસ્ટગાર્ડ દ્વારા તેમને સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ બાદ કોસ્ટગાર્ડ દ્વારા પ્રતિકૂળ સ્થિતિની વચ્ચે હેલિકોપ્ટરની મદદથી એરક્રાફ્ટ થી ૧૦૦ મીટર લીફ્ટિંગ કરી બાસ્કેટ દ્વારા દર્દીને સલામત સ્થળે લઈ આવીને સ્પોટ મેડિકલ સારવાર અને પછી તુરંત સ્થાનિક કક્ષાએ આગળની સારવાર માટે કાર્યવાહી કરાવી હતી.


પોરબંદર કોસ્ટ ગાર્ડ ના અધિકારીએ જણાવ્યું હતું કે હજીરાથી કચ્છ તરફ જતા એક જહાજમાં પોરબંદર થી ૬૦ નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ક્રૂ મેમ્બરને હૃદય સંબંધી મેડિકલ ઈમરજન્સી થતા તેજ પવન ભારે વરસાદ જેવી પ્રતિકૂળ સ્થિતિમાં દર્દીને હોસ્પિટલે પહોંચાડવો મુશ્કેલ હોય પોરબંદરથી ૨૦ કિલોમીટર આસપાસ કોસ્ટ ગાર્ડના એરક્રાફ્ટ થી ૧૦૦ મીટર લીફ્ટિંગ કરી બાસ્કેટ દ્વારા દર્દીને સલામત સ્થળે લઈ આવીને સ્પોટ મેડિકલ સારવાર અને પછી તુરંત સ્થાનિક કક્ષાએ આગળની સારવાર માટે કાર્યવાહી કરાવી હતી.

Reporter:

Related Post