રવિવાર તા. ૨૧-૦૭- ૨૪ના દિવસે પ્રગટ ગુરૂહરિ પ.પૂ.પ્રબોધજીવન સ્વામીજીના આશ્રિત હરિસ્વરૂપ પ્રદેશના આશરે ૪૫૦૦ જેટલા ભક્તોએ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ભક્તિભાવ પૂર્વક પ્રાદેશિક સંત વર્ય પૂ. સુચેતનસ્વામીજી તથા વડીલ સંત વર્ય પૂ.ગુરુપ્રસાદ સ્વામીજીની નિશ્રામાં ગેંડા સર્કલ પાસે આવેલ સી-સ્ક્વેર એપાર્ટમેન્ટ ખાતે ઉજવ્યો હતો.
ઉત્સવની શરૂઆતમાં કીર્તન મંડળના ભક્તોએ આવાહન શ્લોક અને ધૂન ભજનથી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. ઠાકોરજીનું પૂજન કર્યા બાદ સંતો મંચસ્થ થયા પછી સભાની શરૂઆત થઈ હતી. પ્રથમ વક્તા પ. ભ. ધર્મેશભાઈ પંડ્યા એ સાચા ગુરુને કેવી રીતે ઓળખવા તે વાત પુરષોત્તમ બોલ્યા પ્રીતે ને આધારે સમજાવી ગુરુ હરી પ્રબોધસ્વામીજીના જીવનમાં એ વાતનું નિરંતર દર્શન થાય છે તે સમજાવ્યું હતું. ત્યારબાદ લાભ આપતા પ.ભ. શ્રેયસભાઈ પુરોહિતે ગુરુ હરી સ્વામીજી તથા પ્રબોધ સ્વામીજીના જીવન પ્રસંગો દ્વારા ગુરુચરણે મનબુદ્ધિનું સમર્પણ એ જ સાચું ગુરુ પૂજન છે તે વાત સમજાવી હતી. તે પછી લાભ આપતા પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય સુચેતન સ્વામીએ પ્રસંગોના માધ્યમથી સમજાવ્યું કે ઇન્દ્રિયોને વિવેકી બનાવે અને આજીવન વિવેકથી વર્તવાનું બળ આપે તે સાચા ગુરુ નું લક્ષણ છે. શિષ્યનું મન બુદ્ધિ પારનું સમર્પણ હોય તો ગુરુનો રાજીપો સહજ મળે છે એ વાત પ્રસંગોના માધ્યમથી સમજાવી ગુરુહરિ હરિ પ્રસાદ સ્વામીજી તથા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કેવી અદ્ભૂત ગુરુભક્તિ અદા કરી તે વાત સમજાવી હતી.ત્યારબાદ સૌ ભક્તોએ વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા જૂના પ્રવચનોની કલીપિંગના માધ્યમથી ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની જીવનભાવના ના દર્શન કર્યાં હતાં.તે પછી સભાના મુખ્ય વક્તા વડીલ સંતવર્ય પૂજ્ય ગુરુ પ્રસાદ સ્વામીએ પોતાના વક્તવ્યમાં ગુરુહરી પ્રબોધ સ્વામીજીનું જીવન દર્શન કરાવતા વાત કરી કે તેઓ જીવનની દરેક પરિસ્થિતિમાં ગુરુ હરી હરિપ્રસાદ સ્વામીજીના અનુસંધાને જીવે છે.
પ્રતિકૂળ કે સાનુકૂળ પરિસ્થિતિમાં ગુરુ હરી ને હિતકારી અને મંગલકારી માનીને જીવે છે સાથોસાથ પોતાના યોગમાં રહેલ તમામ સંતો મુક્તોને તેવું માનીને જીવન જીવવાની પ્રેરણા પોતાના વિચાર વાણી વર્તન દ્વારા આપે છે. પોતાના આશ્રિતોનું હિત જેમના હૈયે સદાય સમાયેલું છે એવા પ્રગટ ગુરુ હરી પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજના મહિમામાં ડૂબવાનો અવસર એટલે ગુરુપૂર્ણિમાનો દિવસ.સભાના અંતમાં પ્રગટ ગુરુ હરી પરમ પૂજ્ય જીવન સ્વામીજી એ વિડીયો દર્શનના માધ્યમથી આજના દિવસે આશિષ વચન વહાવતા ગુરુ હરી હરીપ્રસાદ સ્વામીજીની વાત સમજાવી હતી. પ્રસંગોના માધ્યમથી તેમણે સમજાવ્યું કે દરેક ક્રિયામાં પ્રભુનું અનુસંધાન રાખવાની ટેવ પાડવી જોઈએ. ભજન કરતાં કરતાં રસોઈ બનાવીએ તો રસોઈ પણ પ્રસાદ થઈ જાય એ વાત સમજાવી,સ્વામીજીના પ્રસંગો જીવન સાથે સુસંગત કરી સ્મૃતિ એ સહિત સેવા કરવાની વાત શીખવાડી હતી.સભા બાદ સહુ ભક્તોએ ઉપસ્થિત સંતોનું ગુરુના ભાવથી પૂજન કરી ઠાકોરજી અને ગુરુ હરી પ્રબોધસ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. તે જ રીતે બહેનોના વિભાગમાં ઉપસ્થિત સૌ બહેનોએ સાધ્વી બહેનોનું પૂજન કરી ગુરુચરણે આશિષ યાચના કરી હતી.આજના આ અવસરે વડોદરા શહેરના રાજકીય સામાજિક મહાનુભાવો તથા તબીબ વૃંદે પણ ઉપસ્થિત રહી ગુરુ પૂજન કરી સંતોના આશીર્વાદ લીધા હતા. જેમાં વડોદરા સાંસદ ડો.હેમાંગભાઈ જોશી, માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, વડોદરા શહેર મેયર પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, વડોદરા શહેર ભાજપા ના પ્રમુખ ડો.વિજયભાઈ શાહ, વડોદરા મ્યુ. સ્ટેનડીગં કમિટિ ચેરમેન શીતલ ભાઈ મિસ્ત્રી તથા પક્ષના દંડક શૈલેષભાઈ પાટીલ, વડોદરા શહેરના કોર્પોરેટર ઓ, નામાકીતં બિલ્ડર શ્રેયાંસ શાહ પરેશભાઈ સુઝલ તથા ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાંસભા બાદ શિસ્ત અને સંયમનું દર્શન કરાવતા ભોજન પ્રસાદ ગ્રહણ કરી સૌ ભક્તોએ આજના દિવસ નું મહત્વ વાગોળતા વાગોળતા પોતાના ગૃહ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું.
Reporter: admin