આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ માં આવેલા એમ.એસ. યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી તથા નવરચના યુનિવર્સિટી ના ઇન્ટરશીપ માટે આવેલા છાત્રા ઓ સાચું જીવન કેવી રીતે જીવવું તેના વિશે આનંદ આશ્રમ ના પ્રણેતા શ્રી. કે એસ છાબરાજી જોડે વાર્તાલાપ થયો
ઈશ્વરે બધા જીવો ની રચના આનંદ વડે અને આનંદ માટે થઇ છે બધા માનવીઓ એ સદા આનંદમય રેહવું એ પ્રાકૃતિક ને સામાન્ય સ્થિતિ છે. કઈ રીતે અમારા વિચારો માં નેગેટિવિટી આવી જવાથી અમારા જીવન માં થી આનંદ ની પળો ની ઘટ પડવા માંડે છે , ક્યાં આનંદ લુપ્ત થઇ જાય છે .આ વિષય ઉપર વિદ્યાર્થીઓ ની સાથે શ્રી. કે એસ છાબરાજી સાથે વિચાર વિનિમય થયો
સમાજ સેવા માં પોતાનું જીવન ઉપયોગી થઇ શકે એ હેતુ ની ચર્ચા વિચારણા પણ થઇ. યુવાનો આ વાર્તાલાપ થી ખુબજ પ્રેરિત થયા એવું જાણવા મળ્યું.આનંદ આશ્રમ ના ઇન્ટરશીપ પ્રોગ્રામ ના ડિરેક્ટર શ્રી ગૌરાંગભાઈ જોશીપુરા નું ખાસ માર્ગદર્શન રહેલ છે
Reporter: News Plus