શહેરના અલકાપુરી વિસ્તારમાં ગત 7 માર્ચના રોજ નેન્સી બાવીશી નામની એક યુવતીને એક સગીરે પોતાની સપોર્ટ બાઈક પુરપાટ વેગે હંકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
હાલ આ યુવતી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યારે લાંબા સમય બાદ પોલીસે સગીર આરોપીના પિતાની ધરપકડ કરી છે.અલકાપુરી વિસ્તારમાં નોકરી કરતી એલએલબીનો અભ્યાસ કરતી નેન્સી બાવીશીને 7 માર્ચ ના રોજ અલકાપુરી નજીક એક સપોર્ટ બાઇકે ટક્કર મારી હતી.આ અકસ્માતમાં નેન્સીની હાલત ગંભીર છે અને 80 દિવસો બાદ પણ હજુ તે અર્ધસભાન અવસ્થામાં છે. પોલીસે આ મામલામાં ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો.અને સગીરને જુવેનાઇલ કાયદા મુજબ માત્ર નોટિસ આપી મુક્ત કરી દીધો હતો.
જો કે આ મામલો મીડિયા દ્વારા ઉછાળવામાં આવતા પોલીસ વિભાગ પુનઃ એલર્ટ થયું હતું અને સગીરના પિતા વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરુ કરી હતી.લક્ષ્મીપુરા પોલીસે સગીરના પિતાની બુધવારે મોડી રાતે ધરપકડ કરી હતી.અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે માતા પિતા જ પોતાના સંતાનોને બેફામ ગાડી હંકારતા રોકતા નથી અને તેના કારણે અન્યનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. હાલ નેન્સીના પરિવાર ઉપર જે વીતી રહ્યું છે તેનો અંદાજ કદાચ અકસ્માત સર્જનારના પરિવારને નહિ હોય.કારણ કે હજુ સુધી આ પરિવાર નેન્સીની ભાળ કાઢવા સુધ્ધાં નથી ગયો.
Reporter: News Plus