ખોદકામના કારણે રસ્તા ખોટા, કચરો અને પાણી ભળતાં હાઈજિનની ગંભીર સમસ્યા... સ્વેજલ વ્યાસ

શહેરમાં સામાન્ય વરસાદમાં પણ મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ રહ્યા છે અને છતાં કોર્પોરેશનનું તંત્ર ઉંઘતું રહે છે. સામાજીક કાર્યક્ર સ્વેજલ વ્યાસે કમિશનરને આ મામલે આવેદન પત્ર આપ્યું છે જેમાં જણાવાયું છે કે સામાન્ય વરસાદમાં જ કમર સુધી પાણી ભરાવાથી જનજીવન અસ્તવ્યસ્ત થતું અને ખોદકામના કારણે 10,000 થી વધુ ઘરોને જીવલેણ જોખમ ઉભુ થયું છે તો આ મામલે તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી છે. વડોદરા શહેરના ઝાંસી રાણી સર્કલ થી હરિનગર પાંચ રસ્તા સુધીના વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી સામાન્ય વરસાદ પડતાં જ કમર સુધી પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે. આ વિસ્તાર વિશાળ વસાહતી વિસ્તારોમાંથી બનેલો છે જેમાં અંદાજે 10,000થી વધુ ઘરો અને હજારો નાગરિકો રહે છે.

વર્ષ 2024-25માં મોન્સૂન પહેલાં અને દરમ્યાન વિભિન્ન પ્રકારના ખોદકામ કાર્ય (ડ્રેનેજ લાઇન, પાઇપલાઇન, માર્ગ મરામત) ચાલુ હોવાથી વરસાદ પડતાં જ ખાડા પાણીમાં છૂપી જાય છે. પરિણામે ન ગંભીર પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે: જળ ભરાવ અને ખાડાંઓના કારણે અકસ્માતની ઘટનાઓની સંભાવના વધી ગઈ છે. ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધ નાગરિકોને અવર જવરમાં ભારે અડચણ.ઉભી થઇ રહી છે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ જેવી તાકીદની સેવાઓ અસરગ્રસ્ત થાય છે. દૂષિત પાણીથી મચ્છરજન્ય બીમારીઓ અને ત્વચા સંબંધિત રોગચાળો ફેલાવાની સંભાવના.છે. ખોદકામના કારણે રસ્તા ખોટા, કચરો અને પાણી ભળતાં હાઈજિનની ગંભીર સમસ્યા.છે. તેમણે સૂચન કર્યા હતા કે મોન્સૂન દરમ્યાન તમામ ખોદકામ તાત્કાલિક બંધ કરાવવું. તથા જ્યાં ખાડા છે ત્યાં રિફ્લેક્ટિવ બેરિકેડ અને ચેતવણી બોર્ડ લગાવવા તાત્કાલિક સૂચના આપવી. વિસ્તારના નિકાસના તમામ રસ્તાઓનો રિવ્યુ કરી પાણી નિકાલ માટે તાત્કાલિક મશીનો મુકવામાં આવે.. મહત્વના ઝોન માટે મોન્સૂન વોચ ટીમ ગઠન કરવી. જાહેર આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં બીમારીઓ સામે જાગૃતિ અભિયાન ચલાવવું.
Reporter: admin







