વડોદરા મહાનગરપાલિકાના તરંગી શાસકોને અવનવા તુક્કા સુઝતા રહે છે.

સામાન્ય રીતે કોઇ ચોમાસામાં પોતાના મકાન, દુકાન કે ઓફિસમાં કલરકામ કરાવતું નથી. આ તો સ્માર્ટ સિટીના સ્માર્ટ શાસકો છે અને તેમને ક્યાં ઘરના ખિસ્સાંમાંથી પૈસા કાઢવાના છે. તેમને તો પાલિકાની તિજોરી ખાલી કરવાની એક માત્ર કામગીરી છે. તરંગી અધિકારીઓએ પાલિકાની કચેરીના નવા રંગરોગાન શરુ કર્યા છે. પાલિકામાં જાણે કે દિવાળી આવી ગઇ છે.

સ્માર્ટ સત્તાધીશોએ ભર ચોમાસે કચેરીને રંગરોગાન કરવાનું શરૂ કરતા અનેક ચર્ચાઓ થઇ રહી છે. અગાઉના મ્યુનિ.કમિ.દિલીપ રાણાએ પાલિકા કચેરીનો કલર બદલ્યો હતો. નવા કમિશનર અરુણ મહેશ બાબુએ કલર વ્હાઈટ કલર કરાવ્યો છે. ખરેખર તો હવે, વહીવટ પણ વ્હાઈટ અને શુદ્ધ થાય તે જરૂરી..કોઇ સચીન કરોડીને આ કામગીરી સોંપી હોવાની ચર્ચા પાલિકામાં ચાલી રહી છે. આવા તરંગી શાસકોના કારણે શહેરનો દાટ વળ્યો છે. તે ચોક્કસ વાત છે.

Reporter: admin







