વડોદરામા ક્ષત્રિય સમાજ ને ટેકો આપવા માટે ઘણા લોકો છે. પરંતુ ભાજપા ના જ કેટલાક નેતાઓ અને કાર્યકરો આ સમાજ ને પડદા પાછળ ટેકો આપી રહીયા છે ત્યારે પૂર્વ મેયર નો ભાઈ પણ ભાજપૂત બની ને મેદાને આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપા મા ઘણા નેતાઓ અને હોદેદારો ભાજપ ના છે. પણ ખુલ્લી ને કોઈ સામે આવતું નથી.
વડોદરા શહેર મા છાના ખૂણે તેમજ કેટલીક જગ્યાએ ભાજપા ના જ કાર્યકરો ભાજપા વિરોધ ની વાતો કરતા અને કાર્ય પણ કરતા નજરે પડતા હોય છે. વડોદરામા આવા ઘણા નાના મોટા નેતાઓ જોવા મળે છે જે પક્ષ વિરોઘી પ્રવૃત્તિ કરતા હોય છે. તાજેતર મા જ આવો એક બનાવ સામે આવ્યો છે. ભાજપની ફેરણી દરમ્યાન ભાજપા ના કાર્યકર્તા નરેન્દ્ર પટેલે ક્ષત્રિય વિશે કશુંક બોલતા ભાજપા ના પૂર્વ મેયર નિલેશ રાઠોડ વચ્ચે ચકમક ઝરી હતી. તેમજ નિલેશ રાઠોડ ના ભાઈ જેઓ ભારતીય જનતા પાર્ટી ના સક્રિય સભ્ય છે.
પરંતુ તેઓ ખુલ્લેઆમ રૂપાલા નો વિરોઘ કરતા ક્ષત્રિય તરફી ટેકો કરતા હોવાનું કહેવાય છે. ઘર ફૂટયે ઘર જાય કહેવત અહીંયા સાર્થક થતી જણાય છે. આમ તો હાલ આ વાત ને સામાન્ય ગણી ને તેને અવગણવા મા આવતી હોય છે. પરંતુ આવનારા દિવસો મા આવા તત્વો પક્ષ માટે જોખમ સાબિત થાય તે પહેલા તેમની સામે લાલ આંખ કરવી જોઈએ નહીં તો પછી આવા તત્વો પક્ષની ઘોર ખોદી શકે છે. ભાજપા એ આવા તત્વો ને ઓળખી ને તેમને તાત્કાલિક દૂર કરવાનો સમય હવે પાકી ગયો છે તેમ જણાઈ રહીયુ છે.
Reporter: