ટી.ડી.ઓ. શાખાના ખાસ અધિકારીએ ગોત્રીની ચાની દુકાન પર કરેલ મિટીંગ
મોજે ગોત્રી રે.સ.નંબર ૪૪૮ ટી.પી. ૧૦ અંતિમ ખંડ નં ૪૯ મા આવેલ વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલ ધણા વર્ષથી ગેરકાયદેસર કાર્યરત છે.અને સ્કુલમા શિક્ષણ ચાલુ છે.
વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલની બાંધકામ પરવાનગી મેળવેલ છે. પરંતુ સ્થળે આપેલ રજાચિઠ્ઠી વિરુદ્ધ નુ બાંધકામ કરેલ છે. વાપર ઉપયોગનુ ઓક્યુપેશન સર્ટિફિકેટ (બિલ્ડીંગ યુઝ) સર્ટિફિકેટ મેળવવામા આવેલ નથી.અને ગેરકાયદેસર સ્કુલનો વાપર ઉપયોગ શરુ કરેલ છે.
સ્કુલનો ઓક્યુપેશન સર્ટિફિકેટ બિલ્ડીંગ યુઝ લીધા વિના ગેરકાયદેસર વાપર ઉપયોગ કરવો એ કાયદાકીય અયોગ્ય ગેરકાયદેસર છે.
વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલની ગેરકાયદેસર બાંધકામ સંદર્ભ સદર સ્કુલના એક ભુતપૂર્વ વિદ્યાર્થિ, આકીઁઁટેકટ અને ઓનરના સબંધી અને બાંધકામનાં અધિકારી દ્વારા ગોત્રીની શક્તિ ચાની દુકાન પર કરેલ મિટીંગ કરી અને વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલને ગેરકાયદેસર બાંધકામ સંદર્ભ અને ગેરકાયદેસર વાપર ઉપયોગ સંદર્ભ કોઈ નોટિસ આપવી નહી. સ્કૂલનો ત્રીજો માળ જયસ ઈગ્લિશ મીડીયમ ચાલે છે તે ગેરકાયદેસર માળ બનવામાં આવ્યો છે. તેમ પાલિકામાં લાખો રૂપિયા ભરવામાં આવતા હોય તેને લઇ સ્કૂલનાં સંચાલકો દ્વારા ભરવામા આવી રહ્યો નથી. અને ગેરકાયદેસર વાપર ઉપયોગ કરી રહ્યા છૅ.ટી.ડી.ઓ પરીમલ પટણી દ્વારા વારંવાર ફરી ભષ્ટાચારને પ્રોત્સાહન આપી અમારી જાણ મુજબ હજુ સુધી વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલના માલિકને કોઈ નોટિસ આપવામા આવેલ નથી. વડોદરા શહેરના શિક્ષણ વિભાગના શિક્ષણ અધિકારી એ પણ વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલને બીયુ પરમિશન મેળવેલ ન હોવા છતા ભ્રષ્ટાચાર કરી ગેરકાયદેસર રીતે પરવાનગીઓ આપેલ હોય તેવુ જણાય છે.
આ ભ્રષ્ટાચારને પણ ઉજાગર દૈનિક સમાચાર પત્રએ કરેલ એની જાણ પણ મ્યુનિસિપલ કમિશનર,ડે.મ્યુનિસિપલ કમિશનર
અને શિક્ષણ અધિકારીને હોવા છતા કોઈ શિક્ષાત્મક પગલા ભરેલ નથી..કે કોઈ નોટિસ આપવામા આવેલ નથી.
વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલનો બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ વગર વાપર ઉપયોગ ચાલુ હોય અને આપેલ રજાચિઠ્ઠી વિરુદ્ધનુ બાંધકામ કરેલ હોય અને સુરત તક્ષશિલા જેવો અકસ્માત થાય તો આ અકસ્માતની જવાબદાર કોણ લેશે ? મ્યુનિસિપલ કમિશનરશ્રી,ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી, ટી.ડી.ઓ પરીમલ પટણી, સ્કુલના માલિક, શિક્ષણ અધિકારી જવાબદાર કોણ ?
કોઈ દુર્ઘટના થશે તો સરકાર તો છે જ ને.. મરણ પામનારને ચાર-ચાર લાખ આપી દેશે
મ્યુનિસિપલ કમિશ્નર અને ડે.મ્યુનિસિપલ કમિશનર ઓપરેશન ગંગાજળ બાંધકામ પરવાનગીમાં ક્યારે કરશે ?.
નિવૃત્તી બાદ પણ હંગામી ધોરણે નોકરી ઉપર ચાલુ રહેનાર પૂર્વ ટીડીઓ આશરે સો કરોડનો ગફલો કરીને જતો રહ્યો !! ભાગબટાઈમાં પૂર્વ મ્યુ.કમિશનર અને પૂર્વ ડેપ્યુટી મ્યુ. કમિશનર પણ હતા
ભ્રષ્ટ કર્મચારીઓ અધિકારીઓ દ્વારા cgdcr ની વિરુદ્ધ જઈ પ્રતિબંધિત, નોન-ઓબનોક્ષિસ ઝોનમાં ગેરકાયદેસર એફ.એસ.આઈ.સાથે આપી બાંધકામ પરવાનગી
બાહોશ અને નિષ્ઠાવાન મ્યુનિસિપલ કમિશનર અને ડે.મ્યુનિસિપલ કમિશનરએ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગમાં વર્ષોથી એકચક્રી શાસન ધરાવતા ભ્રષ્ટાચારમાં ગળાડુબ આરોગ્ય અમલદાર સહિત ચિફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચિફ ફાયર ઓફિસરને ફાયરનાં સાધનોની ખરીદીના કૌભાંડમાં સસ્પેન્ડ કર્યા. પરંતુ ટાઉન પ્લાનિંગ બાંધકામ પરવાનગી શાખાનાં ટી.ડી.ઓ, ડે.ટી.ડી.ઓ, બાંધકામ ઇન્સ્પેક્ટર દ્વારા ભ્રષ્ટાચારની ભરમાર કરી છે. અને બાંધકામ પરવાનગી શાખાના ભ્રષ્ટ કર્મચારીઓ અધિકારીઓ દ્વારા વડોદરા શહેરમા cgdcr ની વિરુદ્ધમાં જઈ નોન-ઓબનોક્ષિસ ઝોનમા ગેરકાયદેસર એફ.એસ.આઈ. આપી બાંધકામ પરવાનગીઓ આપેલ છે. પ્રતિબંધિત ઝોનમા ગેરકાયદેસર બાંધકામ પરવાનગીઓ આપેલ છે. વાણીજ્ય એન.એ.હુકમ વગર વાણીજ્ય બાંધકામ પરવાનગીઓ આપેલછે., બાંધકામ પરવાનગી શાખા દ્વારા આપેલ રજાચિઠીઓ વિરુદ્ધનુ ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય છતાં જાણી જોઈને કમ્પ્લીશન સર્ટિફિકેટ, ઓક્યુપેશન સર્ટિફિકેટ આપેલ છે.રહેણાંક એપાર્ટમેન્ટમાં પેન્ટહાઉસનુ ગેરકાયદેસર બાંધકામ હોવા છતા કમ્પ્લીશન સર્ટિફિકેટ, ઓક્યુપેશન સર્ટિફિકેટ આપેલ છે. રહેણાંક આખા ટાવરોમાં આપેલ રજાચિઠ્ઠી વિરુદ્ધનુ બાંધકામ કરેલ હોય છતા ફક્ત પેન્ટહાઉસની ઇમ્પેક્ટ ફાઈલ મંજૂર કરેલ છે. કમ્પ્લીશન સર્ટિફિકેટ, ઓક્યુપેશન સર્ટિફિકેટ મેળવેલ ન હોવા છતા ઝોન કક્ષાએથી ગેરકાયદેસર ડ્રેનેજ,પાણી કનેક્શન આપેલ છે. બાંધકામ પરવાનગી શાખાનાં બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓ. દ્વારા કરેલ આ તમામ ભ્રષ્ટાચારને દૈનિક સમાચાર પત્રએ ઉજાગર કરેલ છે. મહાનગરપાલિકા વડોદરાના મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ડે.મ્યુનિસિપલ કમિશનરને બાંધકામ પરવાનગી શાખાના અધિકારીઓનાં ભ્રષ્ટાચારની જાણ હોવા છતા મ્યુનિસિપલ કમિશનર અને ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી બાંધકામ પરવાનગી શાખાના ભ્રષ્ટ ટી.ડી.ઓ, ડે.ટી.ડી.ઓ, બાંધકામ તપાસનીસ સામે કેમ ઓપરેશન ગંગાજળનો ઉપયોગ કરતા નથી એ પણ એક તપાસ નો વિષય છે. બાંધકામ પરવાનગી શાખાનાં ભ્રષ્ટ કર્મચારીઓ અધિકારીઓ ને કોઈ મોટા ગજાનાં નેતા કે પદાધિકારી નેતા છાવરે છે.
ભ્રષ્ટ અધિકારી તો ભરપુર ભષ્ટાચાર કરીને નિવૃત્ત થઈ ગયા. પણ હાલમાં એમના ચેલાઓ એ જ ધંધા કરી રહ્યા છે
બાંધકામ પરવાનગી શાખાના ટી.ડી.ઓ, ડે.ટી.ડી.ઓ, બાંધકામ તપાસનીસ રજાચિઠ્ઠી આપવામાં ભરપુર ભ્રષ્ટાચાર કરેલ છે.અને એક ભ્રષ્ટ અધિકારી તો ભરપુર ભ્રષ્ટાચાર કરીને હમણાં નિવૃત્ત પણ થઈ ગયા પરંતુ સદર નિવૃત્ત અધિકારી સામે પણ કોઈ પગલા લીધેલ નથી. ACB અને શહેરી વિકાસ(તપાસ) વિભાગમાં હાલ તપાસ ચાલુ છે.હાલના બાંધકામ પરવાનગી શાખાના કર્મચારીઓ અધિકારીઓને ફુલ હિંમત આવી ગઈ. અને ભરપુર ભ્રષ્ટાચારનો પરવાનો મળી ગયો હોય તેવુ લાગે છે.બાહોશ અને નિષ્ઠાવાન મ્યુનિસિપલ કમિશનર અને ડે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા વી.એમ.સી.ના આરોગ્ય અધિકારી,ચિફ ફાયર ઓફિસર, ડે.ચિફ ફાયર ઓફિસર સામે જે ઓપરેશન ગંગાજળ નો સપાટો બોલાવ્યો એ જ રીતે બાંધકામ પરવાનગી શાખામાં પણ ભ્રષ્ટાચારમા ગળાડુબ ટી.ડી.ઓ, ડે.ટી.ડી.ઓ, બાંધકામ તપાસનીસ સામે ઓપરેશન ગંગાજળનો સપાટો બોલાવશે કે કેમ તે તો સમય જ બતાવશે. બાંધકામ પરવાનગીમાં પણ ઓપરેશન ગંગાજળ કરવાની તાત્કાલિક જરૂરિયાત છે.
Reporter:







