રાજકોટ વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી ને વડોદરા પોલીસ દ્વારા પાસા હેઠળ સુરત જેલમાં મોકલવામાં આવ્યો હતો.
ચાર ઉપરાંતના ગુનામાં સંડોવાયેલા પ્રેમસિંગ ઉર્ફે ભીમો બાવરી વિવિધ ગુના હેઠળ ઝડપાયા બાદ જામીન પર છૂટી ગયો હતો. જામીન પર છુટ્યા બાદ પણ તે કોઈ પણ પ્રકારની અન્ય પ્રવૃતિ ન કરતો હતો પરંતુ રાત્રી દરમિયાન વિવિધ ઘરોમાં તેના સાગરીતો સાથે મળીને સોના ચાંદીના દાગીના ની ચોરી તેમજ વાહનોની ચોરી કરતો હતો. જોકે આ બનાવવાની જાણ વડોદરા પોલીસને થતા તેઓ દ્વારા આરોપી ને પાસા હેઠળ સુરત મોકલી દેવાનો નિર્ણય કર્યો હતો.
Reporter: admin