News Portal...

Breaking News :

આરોપીઓએ નજર ચૂકવી થેલીમાંથી સોનની બંગડીનું પર્સ લઈ ગયા

2025-06-26 17:52:58
આરોપીઓએ નજર ચૂકવી થેલીમાંથી સોનની બંગડીનું પર્સ લઈ ગયા


વડોદરા : વારસિયા વિસ્તારની સત્યવિલાસ સોસાયટીમાં રહેતા 75 વર્ષના ગંગાબેન ચીમનભાઈ માછીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સાંજે સાડા પાંચ વાગે હું ગધેડા માર્કેટ શાકભાજી ખરીદવા ગઈ હતી. 


તે દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ મને મળ્યો હતો અને મને કહ્યું કે માસી આગળ મફતમાં અનાજ આપે છે તમારે જોઈતું હોય તો મારી સાથે આવો.. તેવું કહી મને રોડ ક્રોસ કરાવડાવી ભાથુજી ચોક પાસે લઈ આવ્યો હતો.ત્યાં બીજો એક વ્યક્તિ આવ્યો હતો અને તેણે મને કહ્યું કે માસી તમારી બંગડી ઉતારી પાકીટમાં મૂકી દો. જેથી મેં મારી સોનાની બંગડી મારા પર્સમાં મૂકી પર્સ શાકભાજી લેવાની થેલીમાં મૂક્યું હતું. બંને આરોપીઓએ મારી નજર ચૂકવી થેલીમાંથી પર્સ કાઢી લીધું હતું જેમાં સોનાની બે તોલાની બંગડીઓ હતી.

Reporter: admin

Related Post