વડોદરા : શહેરના ઉત્તર છેવાડે આવેલા ગોરવા પંચવટીથી કોયલી સુધીનો ઔદ્યોગિક માર્ગ ધોવાઈ ગયો છે. ડબલ ટ્રેક આ રસ્તો તાજેતરના વરસાદી માહોલમાં એક બાજુના ટ્રેક પર ઠેર ઠેર પડી ગયેલા નાના મોટા ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયું છે.
જ્યારે બીજી બાજુ અન્ય ટ્રેક પરથી રોંગ સાઈડ વાહનો જતા એક ટ્રેક પર ડબલ ટ્રેક વાહનો દોડી રહ્યા છે. જોકે પ્રિમોનસુન કામગીરીના ધજાગરા ઉડયા છે અને કામગીરી માત્ર કાગળ પર બતાવીને પદાધિકારીઓ ખુશ થઈ રહ્યા છે સિંગલ ટ્રેકને ડબલ ટ્રેક બનાવીને દોડતા વાહનોથી અકસ્માતનો સતત ભય રહે છે.
આ અંગે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરી છતાં પાણીનું નામ ભુ ની જેમ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં આ રોડ રસ્તા રીપેર નહીં જાય તો આંદોલનનો રસ્તો અપનાવતા સ્થાનિકોને કોઈ રોકી શકશે નહીં.
Reporter: admin