અમદાવાદ : મેઘાણીનગરમાં ગું.હા.બોર્ડના મકાનમાં રહેતા સુકીત બારોટ એ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં મેઘાણીનગર કલાપીનગર પાસે રહેતા પાર્થ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૨૭ના રોજ ફરિયાદી યુવક અને બાપુ નગરમાં રહેતો તેનો મિત્ર અને આરોપી મેઘાણીનગરમાં ઉભો હતો.
ત્યારે આરોપી અચાકન ઉશ્કેરાઇ ગયો હતો અને ફરિયાદીના મિત્રને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી તેણે ગાળો નહી બોલવાનું કહેતા આરોપી ગુસ્સે થઇને મારા મારીને તીક્ષ્ણ કટર મારી દીધું હતું. જેથી ફરિયાદી છોડાવવાનો પ્રાયાસ કરતા તેૈના ઉપર પણ હુમલો કરતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. આ સમયે બુમાબુમ થતા ફરિયાદીના કાકા ત્યાં આવી ગયા હતા અને છુટ્ટા પથ્થરો મારતા તે ત્યાંથી પલાયન થઇ ગયો હતો.
મેઘાણીનગરમાં એક મિત્ર બીજાને ગાળો બોલતો હતો જેથી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને યુવકે ધારદાર કટર વડે હુમલો કર્યો હતો, બીજો મિત્ર છોડાવવા વચ્ચે પડતા તેના ઉપર પણ કટરથી હુમલો કરી લોહીલુહાણ કરી નાંખ્યો હતો. ગંભીર રીતે ઘાયલ બન્ને યુવકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડ કરવાની માટેની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin