અમદાવાદ: લોકસભાની ચૂંટણી દરમિયાન કમલમમાં ગાડીઓની જરૂર હોવાનું કહીને અનેક લોકો પાસેથી ગાડીઓ ભાડે લઇને ભાજપના બક્ષીપંચના નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરી હતી.
જે અંગે ગુનો નોંધવામાં આવતા ક્રાઇમબ્રાંચે તેની ધરપકડ કરીને પુછપરછ કરી હતી. જેમાં તેણે અત્યાર સુધી ૭૬ જેટલી ગાડીઓ ભાડે લઇને અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં ગીરવે મુકી હતી. જે પૈકી પોલીસે ૩૫ કાર જપ્ત કરી હતી. પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેને હોર્ડીંગના બિઝનેસમાં થયેલું દેવું ચુકવવા માટે ભાજપના નામે ગાડીઓ ભાડે અપાવવાનું કૌભાંડ આચર્યું હતું.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને કમલમમાં તેમજ અન્ય જિલ્લાઓમાં કામ માટે ભાડાની ગાડીઓનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને ભાજપના બક્ષીપંચના નેતા કનુભાઇ મિસ્ત્રીના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ અનેક લોકો પાસેથી ગાડીઓ ભાડે લઇને બારોબાર ગીરવે મુકવાના કેસમાં ક્રાઇમબ્રાંચે આરોપીની પુછપરછ કરી હતી.જેમાં તેણે અત્યાર સુધીમાં તેણે અમદાવાદમાંથી ૭૬ ગાડીઓ ભાડે મેળવીને અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં બારોબાર ગીરવે મુકી હોવાની વિગતો જાણવા મળી હતી.
Reporter: admin