વડોદરા : છેલ્લા આઠ દાયકાથી શહેર જિલ્લા માં શ્રદ્ધા,સંસ્કાર અને સેવા ની અવિરત વહેતી સરિતા નું કેન્દ્ર એટલે બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આજરોજ રાષ્ટ્ર ના ૭૯ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થા ના વડીલ સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

નવખંડ ધરામાં રાષ્ટ્ર સંસ્કૃતિનો ધ્વજ સદાય લહેરાતો રાખનાર બી એ પી એસ સંસ્થા દ્વારા સદૈવ રાષ્ટ્ર ભક્તિ સહ પ્રભુ ભક્તિના મુદ્રા લેખ સહ આ કાર્યક્રમમાં મોટી સંખ્યા માં પૂજ્ય સંતો સાથે ભક્તજનો એ સંમિલિત થઈ આન,બાન, શાન સમ તિરંગાને સલામી આપી હતી.


Reporter: admin







