News Portal...

Breaking News :

પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

2025-08-15 13:57:45
પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી


આજે દેશના 79 મા સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર્સ ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી 


જેમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામા આવ્યું હતું સાથે જ પોલીસ જવાનો દ્વારા પરેડનુ આયોજન કરાયું હતું. પોલીસ બેન્ડ સાથે પરેડ આકર્ષણ જમાવ્યું હતું.


આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે 79મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ શહેરમાં પોલીસ દ્વારા પ્રશંસનીય અને નિષ્ઠાથી કામગીરી કરી મહદઅંશે ગુનાઓ અને ગુનેગારો પર અંકુશ આવી હોવાનું જણાવ્યું હતું.

Reporter: admin

Related Post