News Portal...

Breaking News :

એ ભાઈ જરા દેખ કે ચાલો...ખડોદરામાં ક્યાંક હાડકા ન ભાંગે ભાઈ

2024-07-23 19:22:27
એ ભાઈ જરા દેખ કે ચાલો...ખડોદરામાં ક્યાંક હાડકા ન ભાંગે ભાઈ




 શહેરના મકરપુરા હવેલી રોડ પર ભુવો પડતા રાહદારીઓ માટે ભયજનક...
 વડોદરા શહેરના મકરપુરા હવેલી રોડ પર રોડ પાડો ભુવો પડી જતા પાલિકા અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હતો. ચોમાસાની શરૂઆતથી શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડી રહ્યા છે.

 


મહાનગર પાલિકા સ્માર્ટ તરીકે ઓળખાય છે. પરંતુ ચોમાસા દરમિયાન મહાનગરપાલિકાએ  ભુવા નગરી તરીકે ઓળખાય છે. ચોમાસાની શરૂઆતથી જ  દર વર્ષની જેમ આ વર્ષે પણ  શહેરમાં ઠેર ઠેર ભુવા પડ્યા છે. શહેરના મકરપુરા હવેલી રોડ પર રસ્તાની વચ્ચે  જ ભુવો પડી જતા વાહન ચાલકો માટે ભયજનક જેવી પરિસ્થિતિ સર્જાય છે.જે પ્રમાણે ચોમાસાની શરૂઆતથી ખાડા પડી રહ્યા છે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા ની કામગીરી કરી છે  પરંતુ તેની ઉપર પાલિકાના અધિકારીઓ દ્વારા દેખરેખ કરવામાં આવ્યું ન હતું. તેનો પરિણામ અત્યારે નાગરિકો ભોગવી રહ્યા છે.
 


વરસાદની સીઝન સાથે જ પાલિકા તંત્રના બેદરકાર વહીવટની પોલ રસ્તાઓના ખાડાઓએ ખોલી મૂકી છે,વડોદરામાં ઠેર ઠેર ખાડા પડવાની સાથે વડોદરા ફરી ખડોદારાથી બની રહ્યું છે.જોકે રસ્તાઓના આ ખાડાઓ વાહનચાલકો માટે જોખમી છે એટલે વાહન ચાલકોએ વાહન ચલાવતી વેળાએ ધ્યાન રાખવું પડશે,જોઈને ગાડી ચલાવવી પડશે ક્યાંક ખાડાઓને કારણે હાડકાઓ ન તૂટે તેનું પણ ધ્યાન રાખવું પડશે.ખાડામાં પડ્યા અને તમારા હાડકાઓ ભાંગશે પણ જાડી ચામડીના કેટલાક અધિકારીઓના પેટનું પાણી નહિ હાલે?

Reporter: admin

Related Post