News Portal...

Breaking News :

થરાદ-વાવ નવો જિલ્લો બનશે

2025-01-01 13:00:38
થરાદ-વાવ નવો જિલ્લો બનશે


ગાંધીનગર : ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે,જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે. 


જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. સાથે આજે પાટણ, મહેસાણા, નવસારી, પાલડી અને વાપી સહિત નવી 9 મહાનગરપાલિકા બનશે.બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાની મંજૂરી બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનશે તેવી વિગતો મળી રહી છે.  કેબિનેટની અંદર સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. જો વાવ અને થરાદની વાત કરવામાં આવે તો વાવ-થરાદ એક જિલ્લો માનવામાં આવશે અને તેનું જે વડુમથક એ થરાદ રહેશે. આની સત્તાવાર જાહેરાત આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.


વાત મહત્વની એ પણ છે કે કે આજે વર્ષની પહેલી કેબિનેટ બેઠક મળી. વર્ષની પહેલી કેબિનેટ બેઠકમાં જ જે નગરપાલિકાઓને અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો હતો, તેને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.  કેટલીક નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. જો તેની વાત કરવામાં આવે તો નવસારી, વાપી, મહેસાણા, નડીયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકાઓ હતી. આ નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે.

Reporter: admin

Related Post