આરોપી પરિવાર પર ગ્રામજનોનો આક્રોશ, પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત સ્થળે ખસેડાયા
વડોદરાના ચાણસદ ગામમાં છેડતીના કેસ બાદ તણાવનું વાતાવરણ સર્જાયું છે. આરોપીનો પરિવાર ગામમાં પ્રવેશતા જ ગ્રામજનો ભારે આક્રોશિત બન્યા હતા.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દળ ગામમાં તૈનાત કરવામાં આવ્યું, જેના કારણે આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. ગ્રામજનોના આક્રોશ વચ્ચે આરોપીના પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ આરોપીના મકાન પર પથ્થરમારો કર્યો હતો.

ગ્રામજનોની એક જ માંગ છે કે, આવા આરોપીઓને ગામમાં રહેવાનો અધિકાર આપવામાં ન આવે. હાલ ગામમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.





Reporter: admin







