વડોદરા પાસે આવેલ અંકોડિયા- કોયલી રોડ પર એક 7 ફૂટ લાંબા ઇન્ડિયન રોક પાયથન આવી જતા આ અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટે કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું.

આ વિસ્તારમાં અજગર હોવાની વિગતો વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને કરતા તાત્કાલિક અરવિંદ પવારે તેમની ટીમના અનુભવી કાર્યકરો કિરણ શર્મા, હિતેષ પરમાર અને ધ્રુવભાઈને ઘટનાસ્થળે મોકલ્યા હતા. ટીમે સ્થળ પર પહોંચીને જોયું તો એક 7 ફૂટ લાંબો ઇન્ડિયન રોક પાયથન જોવા મળ્યો હતો જે બિન-ઝેરી હોવા છતાં તે મહાકાય હતો. આ અજગરને રેસ્ક્યૂ કરવા માટે ટીમે અડધો કલાક સુધી ભારે જહેમત ઉઠાવી અને અંતે તેને સહી-સલામત કાબૂમાં લીધો હતો.રેસ્ક્યૂ પછી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમે અજગરને વડોદરા વન વિભાગને સહી સલામત રીતે સોંપ્યો હતો.

અવાર નવાર આ પ્રકરણ કોલ મળતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ધોરણે પહોંચી માનવીએ કામગીરી કરી વન્ય જીવોના સંરક્ષણ માટે અનેક પ્રયાસો વર્ષોથી કરે છે.ઇન્ડિયન રોક પાયથન ભારતનો મૂળ વન્યજીવ છે અને દક્ષિણ એશિયામાં વ્યાપકપણે જોવા મળે છે. આ સાપ બિન-ઝેરી હોય છે અને તે પોતાના શિકારને શરીરથી વીંટી લઈને દબાવીને મારી નાખે છે. સામાન્ય રીતે 6થી 10 ફૂટ લાંબા થતા આ સાપ જંગલો, ખેતરો અને નદીઓની નજીકના વિસ્તારોમાં રહે છે.
Reporter: admin







