News Portal...

Breaking News :

ગોરવા દશામાં તળાવના બ્યુનો જશ ખાટવા માટે ધારાસભ્ય અને ડેપ્યુટી મેયર વચ્ચે ખેંચતાણ

2024-06-02 19:15:16
ગોરવા દશામાં તળાવના બ્યુનો જશ ખાટવા માટે ધારાસભ્ય અને ડેપ્યુટી મેયર વચ્ચે ખેંચતાણ


ધારાસભ્ય કહે મેં કામ કરાવ્યું ડેપ્યુટી મેયર કે મારા કહેવાથી કામ મંજૂર થયું.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા દશામાં તળાવના બ્યુટીફિકેશન માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે મહાનગરપાલિકાના દ્વારા આ કામગીરી કરવામાં આવશે ત્યારે આ વિકાસના કામનો જશ ખાટવા માટે ધારાસભ્ય અને ડેપ્યુટી મેયર આમને સામને આવી ગયા છે.



વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા દશામાં તળાવનું બ્યુટીફિકેશન કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે આ તળાવમાં આસપાસના રહીશો દ્વારા દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું હતું અને તે ધાર્મિક મહત્વ ધરાવતું હતું તેના કારણે સ્થાનિક રહીશોની માગ હતી તે આ તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવે. આ અંગેની રજૂઆત સરકારમાં કરવામાં આવી હતી અને સરકાર દ્વારા આ કામને મંજૂરી આપી દેવામાં આવી છે હવે જ્યારે આ તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવશે ત્યારે ધારાસભ્ય કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વચ્ચે જશ ખાટવા માટે ખેંચતાં ચાલી રહી છે. ધારાસભ્ય કહે છે કે આ અંગેની રજૂઆત મેં સરકારમાં કરી હતી અને તેના કારણે આ કામને મંજૂરી મળી છે.


 તો બીજી તરફ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહના અંગત મનાતા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ દાવો કરી રહ્યા છે કે આ અંગેની લેખિત રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી હતી 2023 માં જુલાઈ મહિનામાં તેઓએ રજૂઆત કરી હતી અને જેના આધારે આ કામને મંજૂરી મળી છે. હાલ તો વડોદરા શહેરમાં આ ખેંચતાં પહોંચી છે અને કેટલાક લોકોમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે ખેર રજૂઆત ગમે તેને કરી હોય અને ગમે તેની રજૂઆત રંગ લાવી હોય આખરે કામ તો લોકોના વિકાસનું જ થઈ રહ્યું છે. ધારાસભ્ય તેમજ ડેપ્યુટી મહિયારે પણ લોકોના હિત માટે જ કામ થયું છે તેમ સમજીને તેને લોકો માટે અર્પણ કરવું જોઈએ પરંતુ કહેવાય છે ને કે તારી અને મારી તો આજીવન ચાલવાની છે તેવું જ ધારાસભ્ય કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર વચ્ચે જણાઈ રહ્યું છે.

Reporter: News Plus

Related Post