જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાના રવિવારે (21 ડિસેમ્બર) જોહાનિસબર્ગમાં એક જીવલેણ ગોળીબારની ઘટના બની હતી.
સ્થાનિક મીડિયા અનુસાર, જોહાનિસબર્ગની પશ્ચિમમાં સ્થિત બેકર્સડલ ટાઉનશીપમાં ગોળીબારમાં દસ લોકોના મોત થયાના અહેવાલ છે.અહેવાલ અનુસાર, રવિવારે (21 ડિસેમ્બર) જોહાનિસબર્ગમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા દસ લોકો મોતને ભેટ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બંદૂકધારીઓએ એક બારની બૂહાર ભીડને ચેતવણી આપ્યા વિના અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
જેના કારણે ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી.પોલીસ પહોંચે તે પહેલાં જ હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઇમરજન્સી સેવાઓએ ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા. ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસે હુમલાની તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે કારણ ઓળખાયું નથી.
Reporter: admin







