News Portal...

Breaking News :

સોનગઢ ગામની સીમમાંથી મામલતદાર સહિતની ટીમે ગેરકાયદે બે કૂવા પરથી કોલસાનું ખનન ઝડપાયું

2025-12-21 12:32:22
સોનગઢ ગામની સીમમાંથી મામલતદાર સહિતની ટીમે ગેરકાયદે બે કૂવા પરથી કોલસાનું ખનન ઝડપાયું


થાન : થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાંથી મામલતદાર સહિતની ટીમે ગેરકાયદે બે કૂવા પરથી કોલસાનું ખનન ઝડપી પાડયું છે. 


તંત્રની ટીમે સ્થળ પરથી ટ્રેક્ટર, જનરેટર, ૩૦ ટન કોલસો મળી રૃ.૨૦ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે.થાન મામલતદાર સહિતની ટીમ દ્વારા સતત ત્રીજા દિવસે ગેરકાયદેસર કોલસાના ખનન અંગે થાન તાલુકામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બાતમીના આધારે થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાં આવેલ સર્વે નં.૬૨માં પ્રેમાભાઈ મોહનભાઈની માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કોલસા ખનન પર રેઇડ કરી હતી. 


રેઇડ દરમિયાન જમીનમાં ખોદવામાં આવેલ ગેરકાયદેસર કોલસાના બે કૂવા ઝડપી પાડયા હતા. તંત્રની ટીમે સ્થળ પરથી ગેરકાયદે કોલસાના ખનન માટે ઉપયોગમાં લેવાતા ૦૩-ટ્રેક્ટર, ૦૧-જનરેટર, ૦૧-વીજ ટ્રાન્સફોર્મર, અંદાજે ૩૦ ટન કોલસો સહિત કુલ રૃ.૨૦ લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડી ગેરકાયદે ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: admin

Related Post